રાજકોટમાં ક્રિકેટનો માહોલ, ટીમ ઇન્ડિયાનું અદકેરું સ્વાગત
કેએલ રાહુલનું રમવું નક્કી, જાડેજાનાં રમવા અંગે સસ્પેન્સ; અક્ષર પટેલ પત્ની સાથે પહોંચ્યો
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી પાંચ મેચની ટેસ્ટ શ્રેણીની ત્રીજી મેચ ગુરુવાર, 15 ફેબ્રુઆરીથી રાજકોટમાં રમાશે. આ માટે ટીમ ઈન્ડિયા રાજકોટ પહોંચી ચૂકી છે. હોટેલમાં ટીમ ઈન્ડિયાના ખેલાડીઓનું તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. સઘન સુરક્ષા વ્યવસ્થા વચ્ચે ખેલાડીઓ પહોંચ્યા હોટલ સયાજી પહોંચ્યા હતા. કેપ્ટન રોહિત શર્મા, યશસ્વી જયસ્વાલ, આર.અશ્વિન,સરફરાઝ ખાન,રજત પાટીદાર,કોચ રાહુલ દ્રવિડ,સુભમન ગિલ અને સાથે સાથે લોકલ બોય અક્ષર પટેલ પત્ની સાથે પહોંચ્યો હતો.
ઇઈઈઈંએ ગયા શનિવારે (10 ફેબ્રુઆરી) શ્રેણીની છેલ્લી ત્રણ ટેસ્ટ માટે ભારતીય ટીમની જાહેરાત કરી હતી. કેએલ રાહુલ અને રવિન્દ્ર જાડેજાને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે, પરંતુ સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે તેમનું રમવું તેમની ફિટનેસ પર નિર્ભર રહેશે.
રવિન્દ્ર જાડેજા અને કેએલ રાહુલ સિરીઝની પ્રથમ ટેસ્ટ બાદ ઈજાગ્રસ્ત થયા હતા, જેના કારણે બંને ખેલાડીઓ બીજી ટેસ્ટમાંથી બહાર થઈ ગયા હતા.હૈદરાબાદમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ બાદ રાહુલે તેના ક્વાડ્રિસેપ્સમાં દુખાવાની ફરિયાદ કરી હતી. હવે બાકીની ત્રણ મેચો માટે તેની ઉપલબ્ધતા ઇઈઈઈંની મેડિકલ ટીમની મંજૂરી બાદ નક્કી કરવામાં આવશે. પરંતુ રાજકોટમાં રમાનારી ત્રીજી ટેસ્ટમાં કેએલ રાહુલ રમશે તે લગભગ નિશ્ચિત છે.
કેએલ રાહુલે રવિવારેના તેના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ દ્વારા એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તે બેટિંગની પ્રેક્ટિસ કરતો જોવા મળે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે રાહુલ કોઈ સમસ્યા વિના સરળતાથી શોટ્સ રમી રહ્યો છે. આવી સ્થિતિમાં વીડિયો જોઈને અનુમાન લગાવી શકાય છે કે રાહુલ રાજકોટ ટેસ્ટમાં વાપસી કરી શકે છે. જોકે, રાહુલ રમશે કે નહીં તે પ્લેઈંગ ઈલેવન નક્કી થશે ત્યારે જ નક્કી થશે.
અત્યાર સુધી રમાયેલી બે ટેસ્ટ બાદ સિરીઝ 1-1 થી બરાબર છે. હૈદરાબાદમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાને હારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ ત્યારબાદ રાજકોટમાં રમાયેલી બીજી મેચમાં રોહિત શર્માની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયાનો વિજય થયો હતો.
ઇંગ્લેન્ડને ફટકો, સ્પિનર જેક લીચ શ્રેણીમાંથી બહાર
રાજકોટમાં યોજાનારી મેચ પહેલા ઈંગ્લેન્ડની ટીમને મોટો ઝટકો લાગ્યો છે. તેનો અનુભવી સ્પિનર જેક લીચ શ્રેણીની બાકીની મેચોમાંથી બહાર થઈ ગયો છે. ઘૂંટણની ઈજાને કારણે તે બીજી મેચમાં રમ્યો નહોતો. હવે તે રાજકોટ, રાંચી અને ધર્મશાળામાં યોજાનારી મેચોમાં પણ નહીં રમે. જેક લીચને બાકાત રાખવા અંગેની માહિતી ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ઊઈઇ) દ્વારા રવિવારે (11 ફેબ્રુઆરી) આપવામાં આવી હતી. ઈંગ્લેન્ડે પુષ્ટિ કરી છે કે ટીમ કોઈ રિપ્લેસમેન્ટને બોલાવશે નહીં. તેમની ટીમમાં પાર્ટ ટાઈમ જો રૂટ સહિત ચાર સ્પિનરો છે. જેક લીચને હૈદરાબાદમાં પ્રથમ ટેસ્ટ દરમિયાન ઘૂંટણમાં ઈજા થઈ હતી. આ મેચમાં ઈંગ્લેન્ડ જીત્યું હતું. ડાબોડી સ્પિનર લીચ વિશાખાપટ્ટનમમાં રમાયેલી બીજી ટેસ્ટમાં ભાગ લઈ શક્યો નહોતો અને ઈંગ્લેન્ડે તેની ગેરહાજરી અનુભવી હતી. લીચ બીજી ટેસ્ટ બાદ બાકીની ટીમ સાથે આગામી મેચ પહેલા નવ દિવસનો વિરામ પસાર કરવા માટે અબુ ધાબી ગયો. રવિવારે, ઊઈઇએ કહ્યું કે તે અબુ ધાબીથી ઘરે પરત ફરશે અને ફિટનેસ પર કામ કરશે. ઇસીબીએ જણાવ્યું હતું કે, જેક લીચ આગામી 24 કલાકમાં અબુ ધાબીથી ઘરે જશે, જ્યાં ઇંગ્લેન્ડની ટીમ રાજકોટમાં ત્રીજી ટેસ્ટ પહેલા સ્થિત છે. લીચ તેની ફિટનેસને લઈને ઈંગ્લેન્ડ અને સમરસેટની મેડિકલ ટીમો સાથે મળીને કામ કરશે.
રાજકોટમાં ખેલાડીઓ ખીચડી, કઢી, થેપલા ખાશે
ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ સયાજી હોટલમાં જ્યારે ઓસ્ટ્રેલિયાની ટીમ ફોર્ચ્યુન હોટલમાં રોકાયા છે. ટીમ ઇન્ડિયા જે હોટલમાં રોકાવવાની છે ત્યાં ટીમ માટે 70 જેટલાં રૂમ ફાળવવામાં આવ્યા છે અને કેપ્ટન અને હેડ કોચ માટે પ્રેસિડન્સિલ સ્યૂટ આપવામાં આવશે. હોટલના કહેવા મુજબ ખેલાડીઓને 13 ફેબ્રુઆરીએ ગુજરાતી વાનગીઓ પીરસવામાં આવશે. સવારે નાસ્તામાં સૌરાષ્ટ્રના ફેમસ ગાંઠીયા, જલેબી, થેપલાં આપવામાં આવશે. બપોરના ભોજનમાં સ્પેશિયલ ગુજરાતી થાળી અને રાત્રે રોટલાં, રોટલી, દહીં, ખીચડી, કઢી પિરસવામાં આવશે.