For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ક્રેડાઇ ગુજરાતની વાર્ષિક બોર્ડ મીટિંગ પ્રતિનિધિ મંડળે મુખ્યમંત્રીની મુલાકાત લીધી

05:29 PM Sep 06, 2025 IST | Bhumika
ક્રેડાઇ ગુજરાતની વાર્ષિક બોર્ડ મીટિંગ પ્રતિનિધિ મંડળે મુખ્યમંત્રીની મુલાકાત લીધી

કોન્ફેડરેશન ઓફ રીઅલ એસ્ટેટ ડેવલોપર્સ એસોસિઅન ઓફ ઇન્ડિયા -ક્રેડાઈ ઇન્ડિયા સંલગ્ન ક્રેડાઈ ગાંધીનગરના યજમાન પદે તાજેતરમાં હોટેલ પથિકાશ્રમ નિલાયા ખાતે ક્રેડાઈ ગુજરાતની વાર્ષિક બોર્ડ મિટિંગ યોજાઈ હતી. આ બેઠકમાં ક્રેડાઈ ઇન્ડિયાના નેશનલ પ્રેસિડેન્ટ શેખરભાઈ પટેલ, નેશનલ વાઇસ પ્રેસિડેન્ટ આશિષભાઇ પટેલ, નેશનલ ટ્રેઝરર અજયભાઇ પટેલ, ક્રેડાઈ ગુજરાતના ચેરમેન પરેશભાઈ ગજેરા, પ્રેસિડેન્ટ તેજસભાઈ જોશી, સેક્રેટરી વિરલભાઈ શાહ તથા તે સહિત સંલગ્ન વિવિધ ચેપટર્સના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યાં હતા.

Advertisement

વાર્ષિક બોર્ડ મિટિંગ પછી ક્રેડાઈ ગુજરાતના પ્રતિનિધિ મંડળે ગુજરાત રાજયના મુખ્યમંત્રી, ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે શુભેચ્છા મુલાકાત લીધી હતી અને તેમાં વિવિધ પ્રશ્નોની વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી હતી.
આ વાર્ષિક બોર્ડ મિટિંગમાં વિવધ ચેપટરના પ્રશ્નો અંગે ચર્ચા અને તેના નિરાકરણ માટે સરકારમાં રજુઆત કરવા અંગે હાથ ધરવામાં આવી હતી. બેઠકના પ્રારંભે ક્રેડાઈ ઇન્ડિયાના નેશનલ પ્રેસિડેન્ટ શેખરભાઈ પટેલનું ક્રેડાઈ ગાંધીનગરના ચેરમેન પ્રવીણભાઈ પટેલ તથા પ્રેસિડેન્ટ જશુભાઈ પટેલ દ્વારા, નેશનલ વાઇસ પ્રેસિડેન્ટ આશિષભાઇ પટેલનું ક્રેડાઈ ગાંધીનગરના વાઇસ પ્રેસિડેન્ટ એસ. કે. પટેલ તથા મુકેશભાઈ ચૌધરીના હસ્તે અને નેશનલ ટ્રેઝરર અજયભાઇ પટેલનું ક્રેડાઈ ગાંધીનગરના સેક્રેટરી ઋષિકેશ ભટ્ટ તથા ટ્રેઝરર સંદીપભાઈ શાહના હસ્તે સ્મૃતિ ચિન્હ આપીને સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ક્રેડાઈ ઇન્ડિયા પ્રેસિડેન્ટ શેખરભાઈ પટેલ દ્વારા ક્રેડાઈ ગાંધીનગર ટીમનું સ્મૃતિ ચિન્હ આપીને બહુમાન કરવામાં આવ્યું હતું.

વાર્ષિક બોર્ડ મિટિંગ પછી ક્રેડાઈ ગુજરાતના પ્રતિનિધિ મંડળે ગુજરાત રાજયના મુખ્યમંત્રી, ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે શુભેચ્છા મુલાકાત લીધી હતી અને વિવિધ પ્રશ્નોની વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી હતી. આ શુભેચ્છા મુલાકાત દરમ્યાન ક્રેડાઈ નેશનલના પ્રેસિડેન્ટ શેખરભાઈ પટેલ, વાઈસ પ્રેસિડેન્ટ આશિષભાઈ પટેલ, ક્રેડાઈ ગુજરાતના ચેરમેન પરેશભાઈ ગજેરા, પ્રેસિડેન્ટ તેજસભાઈ જોશી, સેક્રેટરી વિરલભાઈ શાહ તથા રાજયના 30 જેટલા શહેરોના સીટી ચેપ્ટર એસોસીએશનના પ્રેસિડેન્ટ, સેક્રેટરીઓ ઉપરાંત દરેક સીટી ચેપ્ટરના અગ્રગણ્ય ડેવલપર્સ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. મુખ્યમંત્રીએ રાજયના વિકાસ હિતમાં અવરોધરૂૂપ બાબતોના નિરાકરણ માટે યોગ્ય કરવા ખાત્રી આપી હતી.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement