ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

કાળા કાચવાળી, નંબર પ્લેટ વગરની ગાડીઓ ઉપર તૂટી પડો

11:54 AM Sep 18, 2025 IST | Bhumika
Advertisement

નવરાત્રિના તહેવારોના અનુસંધાને હાઇકોર્ટનો કડક આદેશ

Advertisement

નવરાત્રીના તહેવારને ધ્યાનમાં રાખીને ગુજરાત હાઇકોર્ટે કાળા કાચવાળી અને નંબર પ્લેટ વિનાની ગાડીઓ સામે કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. અમદાવાદ શહફેરમાં પાર્કિંગ અને ટ્રાફિક સમસ્યા મામલે ચાલી રહેલી સુનાવણી દરમિયાન હાઇકોર્ટે આ મહત્ત્વપૂર્ણ નિર્દેશ આપ્યો છે, જેમાં સુરક્ષાને પ્રાથમિકતા આપવાની વાત પર ભાર મૂકવામાં આવ્યો છે.

કોર્ટે નોંધ્યું કે નવરાત્રીનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે સુરક્ષા સૌથી મહત્ત્વપૂર્ણ બાબત છે. આથી, બ્લેક કાચવાળી ગાડીઓ સામે સખ્તાઈથી કાર્યવાહી કરવી અત્યંત જરૂૂરી છે. બ્લેક કાચની ગાડીઓ ઉપરાંત, નંબર પ્લેટ વિનાની ગાડીઓ સામે પણ કડક પગલાં લેવામાં આવશે.

હાઇકોર્ટમાં રજૂ થયેલા એફિડેવિટ મુજબ, રોડ પરના દબાણ અને ટ્રાફિક અંગે પોલીસે કાર્યવાહી કરી છે. સરકારી વકીલે કોર્ટને જાણ કરી કે એચએલ કોલેજ, સેફ્ટ કોલેજ અને આઈઆઈએમ રોડ પરથી તમામ ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવ્યા છે. સરકારી વકીલે વધુમાં જણાવ્યું કે પોલીસ કમિશનર દ્વારા પણ ટ્રાફિક અને પાર્કિંગ અંગે સૂચનો આપવામાં આવ્યા છે અને લોકોમાં પણ ટ્રાફિક સેન્સ આવી રહી છે. રોડ પર ગેરકાયદે પાર્કિંગ કરનારા વાહનો સામે કાર્યવાહી કરવાની ખાતરી પણ આપવામાં આવી છે. કોર્ટે ટ્રાફિક અને રોડ પરના દબાણને દૂર કરવા માટે રાજ્ય સરકારના પ્રયાસોની નોંધ લીધી છે. આ મામલે વધુ સુનાવણી હવે આગામી બુધવારે યોજાશે. આ પગલાંથી નવરાત્રી દરમિયાન શહેરના માર્ગો પર સલામતી અને ટ્રાફિક વ્યવસ્થા વધુ સુચારુ બનશે તેવી અપેક્ષા છે.

નંબર પ્લેટ વગરના, ડાર્ક ફિલ્મવાળા વાહનો સામેની ડ્રાઇવ 3 દી’ લંબાવાઇ
રાજ્યભરની પોલીસને સ્ટેટ ટ્રાફિક બ્રાંચ દ્વારા ડ્રાઇવ આપવામાં આવી હતી. જેમાં નંબર પ્લેટ વગરના અને ફેન્સી નંબર પ્લેટ રાખનાર વાહનચાલકો સામે કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. સાથે જ ડાર્ક ફિલ્મ હોય તેવી ગાડીઓના ચાલકોને પણ દંડ આપવા સૂચના આપવામાં આવી હતી. ત્યારે 17 તારીખ સુધી અપાયેલી આ ડ્રાઇવમાં નંબર પ્લેટ વગર અને ફેન્સી નંબર પ્લેટ વાળા ચાર હજાર વાહનચાલકો સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે 1900થી વધુ ડાર્ક ફિલ્મ વાળી ગાડીઓ પકડીને દંડ આપવામાં આવ્યો છે. ત્યારે શહેર ટ્રાફિક પોલીસે આ ડ્રાઇવ વધુ ત્રણ દિવસ લંબાવીને કડક કાર્યવાહી હાથ ધરી છે.

Tags :
gujaratgujarat high courtgujarat newsTraffic police
Advertisement
Next Article
Advertisement