For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અદાલતોએ જામીન અરજીનો 14 દિવસમાં નિકાલ કરવો: હાઈકોર્ટ

01:26 PM Feb 13, 2024 IST | Bhumika
અદાલતોએ જામીન અરજીનો 14 દિવસમાં નિકાલ કરવો  હાઈકોર્ટ

ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ અનિરૂૂદ્ધ પી. માયીની ખંડપીઠે સોમવારે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે કે, રાજ્યની દરેક અદાલતે જામીન અરજીઓનો નિકાલ બે સપ્તાહની અંદર કરવાનો રહેશે. આગોતરા જામીન અરજીઓનો નિકાલ પણ હસ્તક્ષેપ અરજીના અપવાદ સાથે છ સપ્તાહની અંદર કરવાનો રહેશે. હાઇકોર્ટ સહિતની અદાલતોમાં જામીનના કેસોમાં પથરૂૂલથથ ઇસ્યૂ કરવાની પ્રથાને પણ અયોગ્ય ઠરાવી ખંડપીઠે તેને બંધ કરવાના નિર્દેશ આપ્યા છે. સાથે જ કોઇ આરોપી પ્રિ-ચાર્જશીટ સ્ટેજે જામીન લેવા આવે અને એ અરજી પેન્ડિંગ હોય એ દરમિયાન ચાર્જશીટ થઇ જાય તો આરોપીને નીચલી કોર્ટમાં પરત જવા માટે થતાં આદેશને હાઇકોર્ટે અયોગ્ય ગણાવ્યો છે. ખંડપીઠે હાઇકોર્ટના રજિસ્ટ્રાર જનરલને આ ચુકાદાની નકલ રાજ્યની તમામ સંબંધિત અદાલતો સુધી પહોંચાડવાનો આદેશ કર્યો છે.

Advertisement

પ્રસ્તુત કેસમાં અરજદાર તરફથી ઉપસ્થિત સિનિયર એડવોકેટ અસિમ પંડ્યાએ જણાવ્યું હતું કે,થહાઇકોર્ટમાં જામીન અરજીઓમાં ચાર-પાંચ સપ્તાહની મુદતો પડતી હતી. અમુક કેસોમાં પહેલી મુદતે રૂલ ઇસ્યૂ કરીને ચાર સપ્તાહની મુદતો આપવામાં આવતી હતી. આ કેસમાં પણ રૂલ ઇસ્યૂ કરવામાં આવ્યો હતો. હાઇકોર્ટમાં રૂલ ઇસ્યૂ કરવાની પ્રથા કાયદાથી જ વિપરીત છે. તેથી હાઇકોર્ટે ઠરાવ્યું છે કે, જામીન અરજીઓ ઝડપથી ચલાવી બે સપ્તાહમાં તેનો નિકાલ કરવો જોઇએ અને આગોતરા જામીનનો નિકાલ છ સપ્તાહમાં થવો જોઇએ. તે ઉપરાંત સુપ્રીમ કોર્ટના સતેન્દ્રકુમાર અંતિલના ચુકાદામાં સુપ્રીમ કોર્ટના જામીન બાબતના દિશાનિર્દેશોનો ચુસ્તપણે અમલ કરવાનો હુકમ હાઇકોર્ટે કર્યો છે.
હાઇકોર્ટની ખંડપીઠે ચુકાદામાં નોંધ્યું છે કે, અરજદાર દ્વારા પ્રસ્તુત કેસમાં રૂલ ઇસ્યૂ કરવાનતો મામલો ઊભો કરવામાં આવ્યો હતો. રૂલ ઇસ્યૂ કરવાની પ્રક્રિયા ખુદ હાઇકોર્ટના નિયમોની વિરૂૂદ્ધ છે અને સુપ્રીમ કોર્ટના સતેન્દ્રકુમારના ચુકાદાના દિશાનિર્દેશોનો પણ ભંગ કરે છે. જામીનના કેસોમાં ખાસ સંજોગોને આધિન જ નોટિસ ઇસ્યૂ કરવાની હોય. દરેક કેસમાં રૂૂટિન પદ્ધતિથી નોટિસ ઇસ્યૂ ન કરી શકાય. જામીન અરજીઓમાં રૂલ ઇસ્યૂ કરીને બે કે ત્રણ સપ્તાહ બાદ અંતિમ સુનાવણી કરવાની પ્રથા બંધ થવી જોઇએ. આ કેસની સુનાવણી દરમિયાન વહીવટી સાઇડ પર ચીફ જસ્ટિસ, એડવોકેટ જનરલ અને પબ્લિક પ્રોસિક્યુટર (ઙ.ઙ.) સાથે બેઠક કરાઇ હતી અને ઙ.ઙ. ઓફિસ જામીન અરજીઓમાં રૂૂલ ઇસ્યૂ કરવાની માગ નહીં કરે એવો નિર્ણય થયો છે. રૂલ ઇસ્યૂ કરવાની લાંબા સમયથી ચાલતી પ્રથાને હવે બંધ કરવામાં આવે છે. હાઇકોર્ટ સહિત રાજ્યની તમામ કોર્ટમાં જામીન અરજીઓનો નિકાલ કાયદા અને બંધારણ મુજબ તથા સુપ્રીમ કોર્ટના સત્યેન્દ્ર કુમારના ચુકાદાના દિશાનિર્દેશો મુજબ થવો જોઇએ.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement