For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

આંગળિયાત 10 વર્ષની પુત્રીનો દેહ અભડાવનાર સાવકા બાપને છેલ્લા શ્ર્વાસ સુધીની સજા ફટકારતી કોર્ટ

05:16 PM Jun 06, 2025 IST | Bhumika
આંગળિયાત 10 વર્ષની પુત્રીનો દેહ અભડાવનાર સાવકા બાપને છેલ્લા શ્ર્વાસ સુધીની સજા ફટકારતી કોર્ટ

ત્રણ વર્ષ સુધી હવસનો શિકાર બનેલી ધો.5ની છાત્રાએ ફઇ મારફત મૂળ પિતા સુધી આપવીતી પહોંચાડતા ભાંડો ફૂટ્યો

Advertisement

શહેરમાં ત્રણ વર્ષ પૂર્વે અંગળીયાત 10 વર્ષની માસુમ પુત્રીને હવસનો શિકાર બનાવનાર સાવકા બાપને કોર્ટે તકસીરવાન ઠરાવી કોર્ટે છેલ્લા શ્વાસ સુધીની સજા અને રૂૂ.10 હજારનો દંડ તેમજ ભોગ બનનારને રૂૂ.7 લાખનું વળતર ચુકવવા હુકમ કર્યો છે.

આ કેસની હકીકત મુજબ રાજકોટમાં રહેતા દંપતિ વચ્ચે અણબનાવ બનતા બંને વચ્ચે છૂટાછેડા થયા હતા દાંપત્ય જીવન દરમિયાન જન્મેલી પુત્રી માતા સાથે રહેતી હતી. છૂટાછેડા બાદ પરિણીતાએ બીજા લગ્ન કરતા માસુમ પુત્રી તેની સાથે રહેતી હતી જ્યાં ધો.5 માં અભ્યાસ કરતી 10 વર્ષની માસુમ બાળકીને તેના સાવકા બાપે કોઈ ઘરે ના હોય ત્યારે એકલતાનો લાભ લઇ માસુમ પુત્રીને હવસનો શિકાર બનાવી હતી. સાવકા બાપના કૃત્યથી ડરી ગયેલી બાળકીએ પોતાની ફઇ મારફતે મૂળ પિતાને પોતાની આપવીતી વર્ણવતી ઘટનાની જાણ કરી હતી. જાણ થતા જ તેના મૂળ પિતાએ પુત્રીને ત્રણ વર્ષ સુધી હવસનો શિકાર બનાવનાર હવસખોર સાવકા બાપ હાર્દિક રમેશ જોષી વિરુદ્ધ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી ફરિયાદના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો જે કેસમાં તપાસ અધિકારી દ્વારા આરોપી વિરુદ્ધ પૂરતો પુરાવો મળતા કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવ્યું હતું.

Advertisement

ચાર્જશીટ બાદ કેસ અદાલતમાં ચાલવા ઉપર આવતા ભોગ બનનાર, ફરિયાદી, તબીબ, તપાસ અધિકારી અને સાહેદોની જુબાની તેમજ દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા હતા. બાદમાં બંને પક્ષની રજૂઆત બાદ સરકાર પક્ષે રોકાયેલા સરકારી વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલો અને ટાંકેલા ઉચ્ચ અદાલતના ચુકાદાઓ ધ્યાને લઈ સ્પે. પોકસો કોર્ટના ન્યાયાધીશ વી.એ. રાણાએ આંગળીયાત પુત્રીને હવસનો શિકાર બનાવનાર સાવકા બાપ હાર્દિક જોશીને તકસીરવાન ઠેરવી છેલ્લા શ્વાસ સુધીની કેદ અને રૂૂ.10,000 નો દંડ તેમજ વિકટીમ વળતર યોજનામાંથી ભોગ બનનારને રૂૂ.7,00,000 નું વળતર ચૂકવવા હુકમ કર્યો છે. આ કેસમાં સરકાર પક્ષે મદદનીશ સરકારી વકીલ આબીદ સોસન રોકાયા હતા

Advertisement
Tags :
Advertisement
Advertisement