રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

PGVCLના એક્ઝિકયુટિવ એન્જિનિયરને લાંચ કેસમાં 3 વર્ષની સજા ફટકારતી કોર્ટ

11:21 AM Nov 19, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

રાજકોટ પીજીવીસીએલના એકઝીકયુટીવ એન્જીનીયરે 18 વર્ષ પહેલા ઇલેકટ્રીક પોલ સપ્લાયના કોન્ટ્રાકટના બીલ પાસ કરાવવા રૂ. 6500 ની લાંચ લીધી હતી. જે કેસ ચાલી જતા કોર્ટે પીજીવીસીએલના એકઝીકયુટીવ એન્જીનીયરને કોર્ટે ત્રણ વર્ષની સજા ફટકારતો હુકમ કર્યો છે.

આ કેસની હકીકત મુજબ સોમનાથ રહેતા ફરીયાદી મુકેશભાઈ બાબુભાઈ શાહે પી.જી.વી.સી.એલ.ને જુનાગઢ-પોરબંદર સર્કલમાં 1620 ઈલેકટ્રીક પોલ સપ્લાય કરવાના કોન્ટ્રાકટ પેટે પોતાના બીલ મુકેલ હતા. આ બીલો રાજકોટ ખાતે પીજીવીસીએલના એકઝીકયુટીવ એન્જીનીયર ભરત ભીખાભાઈ ગોહેલે પાસ કરવાના થતા હતા. આ બીલની રકમ પાસ કરવા માટે આરોપીએ પ્રતિ પોલના રૂૂા. 04 લેખે રૂૂા 6,480 લાંચ પેટે માંગેલ હતા. ફરીયાદી મુકેશભાઈ શાહે આ અંગે એ.સી.બી. પોલીસ સ્ટેશનમાં ફરીયાદ કરતા ટ્રેપ દરમીયાન એકઝીકયુટીવ એન્જીનીયર ભરતભાઇ ગોહેલ રંગે હાથ ઝડપાયા હતાં. જે કેસ અદાલતમાં ચાલવા ઉપર આવતા
આરોપી પક્ષે બચાવ લેવામાં આવેલ હતો કે આ લાંચની રકમ આરોપીના ટેબલની પાછળ ડસ્ટબીનમાંથી મળી આવેલ હતી તેથી આરોપીએ લાંચની માંગણી કરેલ હોય કે લાંચ સ્વિકારેલ હોય તેમ સાબીત થતું નથી.

આ ઉપરાંત આરોપીએ પોતે સોગંદ ઉપર જુબાની આપી બચાવ લીધેલ હતો કે ટ્રેપ વખતે આરોપી પોતાના સીનીયર ઓફિસરને મળવા માટે ઉપરના માળે ગયેલ હતા તેથી ફરીયાદી અને પંચ આરોપીની ચેમ્બરમાં તેમની ગેરહાજરીમાં આવેલ હતા અને તેથી આ રકમ તેમના ડસ્ટબીનમાં કેવી રીતે આવેલ છે તે તેઓ જાણતા ન હતા.
સરકાર તરફે જિલ્લા સરકારી વકીલ એસ. કે. વોરા એ જણાવેલ હતુ કે પ્રોસીકયુશન તરફે પાંચ સાહેદોની જુબાની નોંધવામાં આવેલ છે પરંતુ આરોપી તરફેની ઉલટ તપાસમાં ટ્રેપ વખતે તેઓ પોતાની ચેમ્બરમાં ન હતા તેવો કોઈ બચાવ લેવામાં આવેલ નથી. પ્રોસીકયુશનનો સમગ્ર પુરાવો પુરો થઈ ગયા બાદ આ બચાવ લેવામાં આવેલ છે. આ પ્રકારનો વિરોધાભાસી બચાવ કાયદા મુજબ માન્ય નથી.

આ ઉપરાંત આરોપીની ગેરહાજરીમાં તેમની ચેમ્બરમાં આવીને કોઈ વ્યકિત ડસ્ટબીનમાં લાંચની રકમનું કવર મુકી જાય અને આરોપીને તેની જાણ ન થાય તે પ્રકારનો બચાવ નાટકીય સ્વરૂૂપનો છે. ટ્રેપ સમયે જો આરોપી પોતાની ચેમ્બરમાં ન હોવાની વાત સાચી હોય તો તેઓએ પોતાના ઉપરી અધિકારીને સાહેદ તરીકે તપાસવા જોઈએ અને સાબીત કરવુ જોઈએ કે આરોપી તેઓ પોતાની ચેમ્બરમાં ન હતા. વધુમાં ફરીયાદીએ જો તેમને ખોટી રીતે ફસાવવા માટે લાંચની રકમ ડસ્ટબીનમાં મુકી દીધેલ હોય તો આવા ગુન્હાહીત કૃત્ય માટે આરોપીએ ફરીયાદી સામે કોઈ ફોજદારી કેસ કરવો જોઈએ તેમજ આ અંગેની રજુઆત ચાર્જશીટની મંજુરી આપનાર ઉપરી અધિકારી સમક્ષ પણ કરવી જોઈએ. કોઈ આરોપી નિર્દોષ હોય તો તેવો નિર્દોષ માણસ જે જે રજુઆતો કરે અને બચાવ લેય તેવી કોઈ રજુઆત કે તેવો કોઈ બચાવ આરોપીએ સમગ્ર પોલીસ તપાસ દરમીયાન લીધેલ નથી. આ ઉપરાંત કાયદાની જોગવાઈ મુજબ ગુન્હો બનતી વખતે કોઈ આરોપી ગેરહાજર હોય તો તેઓએ "એલીબી” એટલે કે ગેરહાજરીનો બચાવ સહુપ્રથમ તબકકે સહુથી પહેલા લેવાની જોગવાઈ છે.

પરંતુ આ આરોપીએ આવો કોઈ બચાવ કેસ પુરો થતા સુધી લીધેલ નથી. આ તમામ કારણોસર આરોપીએ પોતાની ગેરહાજરીનો લીધેલ બચાવ અમાન્ય અને નાટકીય છે તેથી તેને તકસીરવાન ઠેરવવા જોઈએ. સરકાર તરફેની રજુઆતને અંતે સ્પેશ્યલ કોર્ટના જજ વી.બી. ગોહિલે આરોપીને તકસીરવાન ઠરાવી ત્રણ વર્ષની સખ્ત કેદની સજા ફટકારતો હુકમ કર્યો છે. આ કેસમાં સરકાર તરફે જિલ્લા સરકારી વકીલ સંજયભાઈ કે. વોરા રોકાયા હતા.

Tags :
bribery casegujaratgujarat newsPGVCL executive engineerrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement