ખોડિયાર ટ્રેક્ટર પેઢીના માલીકને 23.52 લાખના ચેર રીટર્ન કેસમાં દોઢ વર્ષની સજા ફટકારતી કોર્ટ
પોરબંદર ખાતેથી ખોડીયાર ટ્રેક્ટર ના પ્રોપરાઇટર અનિલ જેઠાભાઈ ઓડેદરા દ્વારા રાજકોટ સ્થિત વીપી ઓટોમોબાઈલ નામની પેઢી પાસેથી 12 ટ્રેક્ટર ની ખરીદી કરી હતી તે પેટે 51.32 લાખ આરટી જીએસટી ચૂકવેલા હતા અને બાકી રહેતી રકમ 23.52 લાખ ચૂકવવા માટે ચેક આપ્યો હતો જે ચેક બેંકમાંથી વગર વસૂલાતે પરત ફરતા કાયદાકીય જોગવાઈ મુજબ નોટિસ પાઠવવા છતાં સમય મર્યાદામાં અનિલ ઓડેદરાએ રકમનો ચૂકવતા અંતે બીપી ફોટો મોબાઇલ ના મીત ઉદય કુમાર શાહ દ્વારા ખોડીયાર ટ્રેક્ટર ના પેઢીના માલિક અનિલ જેઠાભાઇ ઓડેદરા સામે અદાલતમાં ફોજદારી ફરિયાદ દાખલ કરવામાં આવી હતી જે કેસની સુનાવણી ચાલવા પર આવતા જેમાં બંને પક્ષોની રજૂઆત બાદ ફરિયાદીના એડવોકેટ રૂૂપરાજસિંહ પરમાર દ્વારા કરવામાં આવેલી વિસ્તૃત લેખિત મૌખિક દલીલો અને ફરીયાદી દ્વારા રજૂ કરવામાં આવેલ ઉચ્ચ ન્યાયાલયોના ચુકાદાઓને ધ્યાને લઈ રાજકોટના એડી.ચીફ. જ્યુ. મેજી આરોપી ખોડિયાર ટ્રેક્ટર્સના પ્રોપ રાઇટર અનિલ જેઠાભાઇ ઓડેદરાને દોઢ વર્ષની સજા , ફરિયાદીની ચેક મુજબની લેણી રકમ એક માસમાં ચુકવી આપવા હુકમ ફરમાવેલો અને જો વળતરની રકમ આરોપી ફરિયાદીને એક માસમાં ચુક્વવામાં ન આવે તો વધુ છ માસની કેદની સજાનો હુકમ ફરમાવેલો છે.આ કામમાં ફરીયાદી વી.પી. ઓટોમોબાઇલ્સ (સોનલિકા ટ્રેક્ટર્સ)ના મીત ઉદયકુમાર શાહ વતી રાજકોટના એડવોકેટ રૂૂપરાજસિંહ પરમાર, અજીતભાઈ પરમાર, હુસૈનભાઈ હેરંજા, જયદેવસિંહ ઝાલા, પાર્થરાજસિંહ ઝાલા, રવિભાઈ લાલ, જીતભાઈ શાહ, ફેઝાનભાઈ સમા, દિપકભાઇ ભાટિયા, અંકિતભાઈ ભટ્ટ અને રહિમભાઈ હેરંજા રોકાયેલ હતા.