કોન્ટ્રાક્ટરને ચેક રિટર્ન કેસમાં બે વર્ષની સજા ફટકારતી અદાલત
એક વર્ષની સજાના હુકમને રદ કરી કેસ ફરી ચલાવવાના સેશન્સ કોર્ટના આદેશ બાદ નીચલી કોર્ટનો મહત્ત્વનો ચુકાદો
શહેરમાં રહેતા યુવાને કોમ્પ્યુટર મેન્ટેનન્સના કોન્ટ્રાક્ટ માટે ટેન્ડર ભરવા માટે મિત્રતાના દાવે લીધેલી રકમ રૂૂ.7.50 લાખ રકમ ચૂકવવા આપેલો ચેક પરત ફરવાનો કેસ ચાલી જતા અદાલતે આરોપીને એક વર્ષની સજા અને દંડ ફટકારતા હુકમથી નારાજ થઈ આરોપીએ સેશન્સ કોર્ટમાં કરેલી અપીલમાં સેશન્સ કોર્ટે સજાનો હુકમ રદ કરી કેસ નવેસરથી ચલાવવાના હુકમમા આરોપીને બે વર્ષની સાદી કેદની સજા અને વળતર ચૂકવવા હુકમ કર્યો છે.
આ કેસની હકીકત મુજબ શહેરના ગંજીવાડામાં રહેતા દેવરાજ વાલજી ગોહિલે આયકર વિભાગમાં કોમ્પ્યુટરનો મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટ મેળવવા માટે આર્થિક જરૂૂરિયાત માટે ગંજીવાડામાં જ રહેતા હિતેન્દ્ર કાનજી વાઘેલા પાસેથી આરટીજીએસથી અઢી લાખ અને રોકડા પાંચ લાખ મળી રૂૂ.7.50 લાખ લીધા હતા તે રકમ ચૂકવવા આપેલો એક બેંકમાંથી પરત ફરતા કાયદાકીય મુજબ નોટિસ પાઠવવા છતાં સમય મર્યાદામાં રકમ ન ચૂકવતા અંતે અદાલતમાં ફરિયાદ દાખલ કરી હતી. જે કેસમાં કોર્ટે આરોપીને એક વર્ષની સાદી કેદની સજા અને ચેક મુજબની રકમ ફરીયાદીને વળતર પેટે ચુકવી આપવા હુકમ ફરમાવ્યો હતો. જે હુકમ વિરૂૂધ્ધ આરોપીએ સેશન્સ કોર્ટમાં અપીલ દાખલ કરતા સેશન્સ કોર્ટે સજાનો હુકમ રદ કરી કેસ નવેસરથી મેરીટસ ઉપર કેસનો ન્યાયીક નિર્ણય ક2વા મેટર રીમાન્ડ કરેલ અને આરોપીએ ટ્રાયલમાં સહકાર આપવાનો સેશન્સ કોર્ટએ હુકમ કરેલો હોવા છતા હુકમનું પાલન કરેલ નહી. કેસ ચાલી જતા આરોપીને કોર્ટે બે વર્ષની સાદી કેદની સજા અને જો વળતરની રકમ ચુકવવામાં કસુર ઠરે તો આરોપીને વધુ ચાર માસની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ ફરમાવ્યો છે.
આ કેસમાં ફરીયાદી જીતેન્દ્રભાઈ વાઘેલા વતી સૌરાષ્ટ્રના જાણીતા ધારાશાસ્ત્રી દીલીપભાઈ પટેલ, કલ્પેશ નસીત, નૈમિષ જોષી, અનિતા રાજવંશી અને આસીસ્ટન્ટ ઈશા કણઝારીયા રોકાયા હતા.