ચેક પરત ફરવાના ગુનામાં આરોપીને છ માસની સજા ફટકારતી અદાલત
શહેરમાં રહેતી મહિલાએ આર્થિક મદદ માટે આપેલી રકમ પરત કરવા આપેલો ચેક વગર વસૂલાતે પરત ફરવાના ગુનામાં પરિચિત ને છ માસની સજા અને એક લાખનું વળતર બે માસમાં ચૂકવી આપવા અદાલતે હુકમ કર્યો છે. આ કેસની હકીકત મુજબ શહેરમાં રહેતા હીનાબેન મહેશભાઈ તન્નાએ પરિચિત સાહિલ દિલીપભાઈ તન્નાને ધંધામાં આર્થિક જરૂૂર હોવાથી એક લાખ રૂૂપિયા હાથ ઉછીના આપ્યા હતા.
જે રકમ ચૂકવવા આપેલો ચેક બેંકમાંથી વગર વસુલાતે પરત ફરતા કાયદાકીય જોગવાઈ મુજબ નોટિસ પાઠવવા છતાં સમય મર્યાદામાં રકમ ન ચૂકવતા અંતે નેગોસીએબલ એકટ હેઠળ અદાલતમાં ફરિયાદ દાખલ કરી હતી બાદ કોર્ટે આરોપીને સમન્સ બજવણી થતા આરોપીની જુબાની લેવામાં આવેલી જેમા આરોપીએ ગુન્હો કબુલ કરેલો ન હોય જેથી કેસ ચાલવા પર આવતા ફરીયાદીના એડવોકેટની દલીલો કોર્ટે માન્ય રાખી નેગો ઈન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ-138ના ગુનામાં સાહિલ તન્નાને છ માસની સાદી કેદની સજા અને ફરીયાદીને વળતર પેટે એક લાખ બે માસમાં ચુકવવામાં કસુર કરે તો વધુ છ માસની સાદી કેદની સજાનો હુકમ કર્યો છે. આ કેસમાં ફરીયાદી વતી એડવોકેટ અલ્પેશ વી. પોકીયા, પરેશ બી. મૃગ, કેતન સાવલીયા, ભાગૈવ પંડયા અને અમીત ગડારા રોકાયા હતા.