રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

સગીરાના અપહરણ-દુષ્કર્મ કેસમાં આરોપીને આજીવન કેદની સજા ફટકારતી કોર્ટ

05:17 PM Feb 21, 2024 IST | Bhumika
Advertisement

શહેરમાં રહેતી 17 વર્ષની સગીરાને લલચાવી ફોસલાવી અપહરણ કરી લઈ જઈ દુષ્કર્મ આચરવાના ગુનામાં ઝડપાયેલા આરોપીને અદાલતે આજીવન કેદની સજા અને રૂૂ.20 હજારનો દંડ ફટકારતો હુકમ કર્યો છે.આ કેસની હકીકત મુજબ રાજકોટમાં નટરાજનગર વિસ્તારમાં રહેતા આરોપી રોહિત ભાવેશભાઈ ઉર્ફે ભાવસિંગભાઈ ભીખાભાઈ ચૌહાણ નામના શખ્સે જામનગર રોડ ઉપર રહેતી 17 વર્ષની સગીરાને લલચાવી ફોસલાવી પ્રેમ જાળમાં ફસાવી હતી અને બાદમાં સગીરાનું અપરણ કરી અમદાવાદ, ભાવનગર, સુરત, વડોદરા અને દામનગર સહિતની જગ્યાએ લઈ જઈ શરીર સંબંધ બાંધ્યા હતા. આ અંગ ભોગ બનનાર સગીરાના પિતાએ પોલીસ ચોપડે અપહરણની ફરિયાદ નોંધાવી હતી પોલીસે ફરિયાદના આધારે એક માસ બાદ આરોપી રોહીત ચૌહાણને ભોગ બનનાર સગીરા સાથે ઝડપી લીધો હતો અને સગીરાએ આપવીતી વર્ણવતા આરોપી રોહિત ચૌહાણ વિરુદ્ધ પોકસો એક્ટની કલમનો ઉમેરો કરવામાં આવ્યો હતો જે કેસમાં આરોપી સામે પૂરતો પુરાવો મળતા તપાસ અધિકારી દ્વારા કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવ્યું હતું.

Advertisement

 

ચાર્જશીટ બાદ કેસ અદાલતમાં ચાલવા ઉપર આવતા ભોગ બનનાર, ફરિયાદી, તપાસ અધિકારી, ડોક્ટર અને જન્મ મરણ વિભાગના અધિકારી સહિતનાની જુબાની અને સરકારી વકીલ મહેશભાઈ જોષીએ આશરે 15 જેટલા મહત્વના દસ્તાવેજી પુરાવો રજુ કરી કરેલી દલીલો અને રજૂ રાખેલા ઉચ્ચ અદાલતના ચુકાદાઓને ધ્યાને લઈ પોકસો કોર્ટના ન્યાયાધીશ બી.બી. જાદવે આરોપીને આરોપી રોહિત ચૌહાણને તકસીરવાન ઠેરવી આજીવન કેદની સજા અને રૂૂ.20 હજારનો દંડ ફટકાર્યો હતો તેમજ દંડની રકમમાંથી 50 ટકા રકમ ભોગ બનનાર સગીરાને વળતર પેટે ચૂકવવા તેમજ જીવીસીએસ 2019 મુજબ ભોગ બનનારને રૂૂ.3 લાખ ચૂકવવા હુકમ કર્યો છે. આ કેસમાં સરકાર પક્ષે સરકારી વકીલ મહેશભાઈ જોષી રોકાયા હતા.

Tags :
gujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement