રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

અપહરણ-દુષ્કર્મ કેસમાં આરોપીને 20 વર્ષની સજા ફટકારતી કોર્ટ

01:17 PM Sep 28, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

ધોરાજી પંથકની સગીરાને પ્રેમજાળમાં ફસાવી ભગાડી જઇ હવસનો શિકાર બનાવ્યાના પોકસો એકટના ગુનામાં ધરપકડ થઇ’તી

ઉપલેટા પંથકની સગીરાને પ્રેમજાળમાં ફસાવી અપહરણ કરી દુષ્કર્મ આચર્યાની અંગેનો કેસ ચાલી જતા ધોરાજી અદાલતે આરોપી ધવલ સુરેશ કુડેચાને 20 વર્ષની સજા અને સરકારની સ્કીમ હેઠળ વળતર ચુકવવા હુકમ કર્યો છે.

આ વધુ વિગત મુજબ ઉપલેટા ગ્રામ્ય પંથકના શ્રમીક પરીવારની 14 વર્ષ અને 9 માસવાળી માસુમ બાળાને ધવલ સુરેશ કુડેચા નામના શખ્સે પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યા અંગેની ભોગ બનનારના વાલીએ વર્ષ 2023 જૂનમાં ઉપલેટા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી.

જેના આધારે પોલીસે ધવલ કુડેચાની ધરપકડ કરી તપાસ પૂર્ણ થતા જેલહવાલે કર્યો હતો. બાદ તપાસનીશ દ્વારા અદાલતમાં ચાર્જશીટ રજૂ કર્યુ હતું. ધોરાજી કોર્ટમાં કેસ કમીટ થતા કેસની સુનાવણી ચાલવા ગને પર આવતા જેમાં બન્ને પક્ષોની રજૂઆત બાદ સરકાર પક્ષે એપીપી કાર્તીકેય પારેખ દ્વારા કરાયેલી લેખીત- મૌખિક દલીલ તેમજ દસ્તાવેજી પુરાવા અને પીડીતાની તેમજ ફરીયાદીની, તપાસનીશની જુબાની તેમજ તબીબી પરીક્ષણ પુરવાર થતા ધોરાજીમાં અધિક સેશ.જજ અલી હુશેન મોહીબુલ્લા શેખએ આરોપી ધવલ સુરેશ કડેચાને 20 વર્ષની સજા અને 8000 નો દંડ ફટકાર્યો છે. તેમજ પીડીતાને સરકારની યોજના મુજબ વળતર ચૂકવવા અદાલતે આદેશ કર્યો છે

Tags :
Courtcrimegujaratgujarat newskidnapping-rape case
Advertisement
Next Article
Advertisement