રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

આટકોટની છાત્રાલયના ચકચારી દુષ્કર્મ કેસમાં ટાઢાંણીના રિમાન્ડની રિવિઝન અરજી ફગાવતી કોર્ટ

03:59 PM Aug 17, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

જસદણનાં આટકોટ ખાતે આવેલી માતૃ ડી.બી. પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત ક્ધયા છાત્રાલયની છાત્રા ઉપર બે ટ્રસ્ટીએ દુષ્કર્મ આચર્યાના ચકચારી કેસમાં પાંચવડા ગામના પૂર્વ સરપંચના ફરધર રિમાન્ડ મેળવવાની રિવિઝન અરજી સેશન્સ કોર્ટે નામંજૂર કરી નીચેની કોર્ટનો હુકમ યથાવત રાખ્યો છે.

આ કેસની હકીકત મુજબ રાજકોટના આટકોટ ખાતે આવેલી ખાતે આવેલી માતૃશ્રી ડી.બી. પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત ક્ધયા છાત્રાલયમાં પાંચ વર્ષ સુધી રહી બી.એસ.સી. સુધીનો અભ્યાસ કરનાર યુવતિ ઉપર ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ દુષ્કર્મ આચર્યાની પાંચવડા ગામના પૂર્વ સરપંચ મધુભાઇ ટાઢાણી અને વીરનગર ગામે રહેતા અને જિલ્લા પંચાયતના સભ્યના પતિ પરેશ રાદડીયા વિરૂૂધ્ધ ફરિયાદ નોંધાઈ હતી. ફરીયાદ નોંધાતા આરોપી મધુભાઈએ પોલીસ સમક્ષ આત્મ સર્મપણ કરતા પોલીસે અટક કરી જસદણની કોર્ટમાં રજૂ કરતા કોર્ટે રીમાન્ડ મંજૂર કર્યા હતા. જે રિમાન્ડ પૂર્ણ થતાં વધુ 10 દિવસના રીમાન્ડ મેળવવા માટે પોલીસ અધીકારીએ જસદણની કોર્ટમાં રીમાન્ડ અરજી કરી હતી. જે અ2જી જસદણની ટ્રાયલ કોર્ટે નામંજૂર કરતા પોલીસે સરકાર મારફત આરોપી મધુભાઈના વધુ રીમાન્ડ મેળવવા એડી. સેશન્સ જજ વી.એ.રાણાની કોર્ટમાં રીવીઝન અરજી દાખલ કરી હતી. જે અનુસંધાને સેશન્સ કોર્ટે આરોપી મધુભાઈને નોટીસ ઈસ્યુ કરતા તેમના તરફથી એડવોકેટ દરજ્જે અભય ભારદ્વાજ એન્ડ એસોસીએટ્સના વકીલો હાજર રહ્યા હતા.

જે ફરધર રિમાન્ડ મેળવવાની સરકાર તરફેની રિવિઝન અરજી ચાલવા ઉપર આવતા કોર્ટે બંને પક્ષની રજૂઆતો બાદ આરોપી પક્ષે રોકાયેલા વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલો અને રજૂ રાખેલા ઉચ્ચ અદાલતના ટાંકેલા ચુકાદાઓ ધ્યાને લઇ સેશન્સ કોર્ટે નીચેની કોર્ટનો હુકમ યથાવત રાખી પોલીસ દ્વારા સરકાર મારફત દાખલ કરેલ ફરધર રીમાન્ડની રીવીઝન અરજી ફગાવી દીધી છે.આ કેસમાં આરોપી મધુભાઈ ટાઢાણી તરફે એડવોકેટ તરીકે અભય ભારદ્વાજ એન્ડ એસોસીએટ્સનાં અંશ ભારદ્વાજ, ધી2જ પીપળીયા, ગૌતમ પરમાર, વિજય પટેલ, અમૃતા ભારદ્વાજ, જીજ્ઞેશ વિરાણી, જીતેન્દ્ર કાનાબાર, કમલેશ ઉઘરેજા, રાકેશ ભટ્ટ, તારક સાવંત, જીજ્ઞેશ લાખાણી, ચેતન પુરોહિત અને જસદણના પ્રદિપ વઘાસીયા રોકાયા હતા.

Tags :
Atkot hostel rape caseAtkot NEWSgujaratgujarat news
Advertisement
Next Article
Advertisement