કોડીનારના 5.43 લાખના ચકચારી દારૂ કેસમાં 12 આરોપીના રિમાન્ડ કોર્ટે નકાર્યા
મુખ્ય સૂત્રધાર ગણાતા આરોપીઓ પર અનેક ગુના
કોડીનાર વેલણ માઢવાડ લાઇટ હાઉસ નજીક ઝડપાયેલા રૂૂપિયા 5.43 લાખના વિદેશી દારૂૂના કેસમાં નાસી છૂટેલા અને 256 પેટી શરાબ લઈને ફરાર થયેલા શખ્સો પૈકી 12 આરોપીઓને રાજકોટ એ-ડિવિઝન પોલીસે ઝડપી પાડી કોડીનાર પોલીસને સોંપ્યા બાદ, કોડીનાર પોલીસે આજે તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા હતા. કોડીનાર પોલીસે આ 12 આરોપીઓ માટે સાત દિવસના રિમાન્ડની માંગણી કરી હતી.જોકે, કોર્ટે પોલીસની રિમાન્ડની માંગણી નકારી કાઢી હતી અને તમામ આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડી (જેલ) માં મોકલી આપવાનો હુકમ કર્યો છે.
આ પકડાયેલા 12 આરોપીઓ પૈકી ત્રણ શખ્સોને મુખ્ય સૂત્રધાર માનવામાં આવે છે. તેમનો ગુનાહિત ઇતિહાસ પોલીસ ચોપડે નોંધાયેલો છે જે જોઈએ તો મોહસીન ઓસમાણ હાલાઈ ઉપર એક મારામારીનો કેસ, એક પ્રોહિબિશન (દારૂૂબંધી) કેસ,એક જુગારનો કેસ અને એક જાહેરનામાના ભંગનો કેસ નોંધાયો છે જ્યારે નાથા લખમણ સોલંકી ઉપર પાંચ મારામારીના કેસ, છ પ્રોહિબિશન (દારૂૂબંધી)ના કેસ,એક જુગારનો કેસ મળી કુલ 12 ગુના નોંધાયા છે જ્યારે શૈલેષ ઉર્ફે બચો જગુ કામળિયા ઉપર બે મારામારીના કેસ,ચાર પ્રોહિબિશન (દારૂૂબંધી)ના કેસ નોંધાયેલા છે ત્યારે કોડીનાર પોલીસ હવે આ કેસમાં વધુ તપાસ કઈ દિશામાં આગળ ધપાવે છે તે જોવું રહ્યું.
