ચારધામ યાત્રાના નામે યાત્રીઓ સાથે ઠગાઇ કરનાર આરોપીની જામીન અરજી ફગાવતી કોર્ટ
ચાર ધામ યાત્રાના નામે ગુજરાતના યાત્રીઓ સાથે 6 લાખથી વધુની ઠગાઇ કરવાના ગુનામાં અથીથી ટ્રિપ હોલીડેઝના સંચાલકે કરેલી જામીન અરઅદાલતે ફગાવી દીધી છે. આ કેસની હકીકત મુજબ રાજકોટમાં રહેતા ફરીયાદી પ્રદીપકુમાર ઉપેન્દ્રભાઈ રાવલ તેમના પરિવાર તેમજ અન્ય મીત્રવર્તુળ સાથે ચાર ધામ યાત્રા કરવાનું નક્કી કરેલ, જે અન્વયે તેઓએ ઉત્તરાખંડમાં સમગ્ર ચાર ધામ યાત્રાને લગતા વીવીધ ધાર્મિક સ્થળોએ હોટેલ, બસ, ભોજન વગેરેની વ્યવસ્થા માટે અથીથી ટ્રિપ હોલીડેઝના સંચાલક આરોપી પ્રવીણકુમાર રામકુમાર શર્માનો સંપર્ક કર્યો હતો.
આરોપી પ્રવીણ રામકુમાર શર્માએ આરોપીએ ફરીયાદી પાસે ઍડ્વાન્સ પેમેન્ટની માંગણી કરતા ફરીયાદીએ આરોપીને કટકે - કટકે રૂા. 6,66,990 આરોપીને તેના બેંક ખાતામાં જમા કરાવેલ.
ફરીયાદી તેમના પરિવાર તેમજ મિત્ર વર્તુળ સાથે ઉત્તરાખંડ ચાર ધામ યાત્રા કરવા પહોંચ્યા ત્યારે ફરીયાદીને આરોપીએ કોઈ પણ હોટેલ, ટ્રાન્સપોર્ટ કે અન્ય કોઈ મહત્વપૂર્ણ ટિકિટ બુક કરાવેલ નોહતી તે હકીકતની જાણ થતા ફરીયાદીને ચાર ધામ યાત્રામાં અત્યંત મુશ્કેલીઓ પડી હતી, જેથી ફરીયાદી હેમખેમ યાત્રા પૂર્ણ કર્યા બાદ પોતાના વતન રાજકોટ પરત ફરતા તેમના એડવોકેટ મારફતે આરોપી સામે રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ જાહેર કરેલ હતી જે ફરીયાદ ઉપરથી આરોપી વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમ મુજબ એફઆઇઆર નોંધી ગુનો દાખલ કરી આરોપી પ્રવીણકુમાર રામકુમાર શર્માની ધરપકડ કરી હતી.
આરોપીએ રાજકોટની સેશન્સ કોર્ટમાં જામીન મુકત થવા અરજી દાખલ કરેલ હતી. જે અરજી ચાલવા ઉપર આવતા બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ અદાલતે મૂળ ફરીયાદીના એડવોકેટ ઈશાન ભટ્ટે કરેલ દલીલોને ગ્રાહય રાખી આરોપી દ્વારા કરવામાં આવેલ જામીન અરજી નામંજૂર કરેલ હતી હાલની જામીન અરજીમાં મૂળ ફરીયાદી બે પ્રદીપ ઉપેન્દ્રભાઈ રાવલ તરફે સિનિયર એડવોકેટ હેમંત ભટ્ટ, ઈશાન ભટ્ટ, દિવ્યેશ કલોલા, તેમજ મેહુલ ઝાપડા રોકાયેલા હતા.