પટેલ કોલોનીનો પ્લોટ પચાવનાર મહિલાના જામીન ફગાવતી કોર્ટ
જામનગરમાં પારકી જમીનમાં ગેરકાયદે દબાણ કરીને ત્યાં દરગાહ બનાવી લેવા નાં કેસ મા ધરપકડ કરાયેલ મહિલા ની જામીન અરજી અદાલતે ના મંજૂર કરી છે.
જામનગરમાં શરૂૂશેકશન રોડ પર આવેલ સરદાર પટેલ સોસાયટી માં રહેતા અને એસ.ટી. વિભાગ માં કંડકટર તરીકે ફરજ બજાવતાં મહાવીરસિંહ નટુભા જાડેજા એ 2015 માં પટેલ કોલોની વિસ્તારમાં એક પ્લોટ ખરીદ કરેલ હતો. ત્યારબાદ તેઓની નડીયાદ મુકામે બદલી થતાં ત્યાં રહેવા માટે ચાલ્યા ગયેલ હતાં.
તેઓ એકાદ વરસ પછી જામનગર મુકામે આવેલ ત્યારે તેઓએ ખરીદ કરેલ પ્લોટ જોવા ગયેલ તો ત્યાં આરોપી રોશનબેન અલીભાઈ સફીયા નામની મહિલા એ જાણ પોતાનાં પ્લોટમાં ગેરકાયદેસર કબર બનાવી તેના પર પતરા ચડાવી, પડદા બાંધી, ઝુંપડી જેવુ બનાવી લોબાન કરતી હોવાનું જોવા મળી હતી.આથી ફરીયાદી એ આરોપી ને સમજાવતાં તેણી માનેલ નહી તેથી ફરીયાદીએ પોલીસ માં અરજી કરતાં આરોપીએ પોલીસ રૂૂબરૂૂ મા સ્ટેમ્પ પેપર પર લાખણ કરી પોતે આ જગ્યા પર હવે કબ્જો નહી કરે તેવું લખી આપી ફરીયાદી સાથે સમાધાન કરી લીધેલ હતું ત્યારબાદ ફરી આરોપીએ ફરીયાદી ના પ્લોટ માં ગેરકાયદેસર પ્રવેશ કરી કબ્જો લઈને કબર પર લોબાન ચાલુ કરેલ તેથી ફરીયાદી સીટી બી ડીવી. પો.સ્ટે.માં આરોપી વિરૂૂધ્ધ લેન્ડગ્રેબીંગ ના કાયદા હેઠળ ફરીયાદ નોંધાવતાં પોલીસે તપાસ કરી આરોપી રોશનબેન ની ઘરપકડ કરી કોર્ટ રૂૂબરૂૂ રજુ કરતાં કોર્ટે જેલ હવાલે નો હુકમ કર્યો હતો.
આ ગુન્હા માં ધરપકડ થયા પછી આરોપી રોશનબેન અલીભાઈ સફીયા એ સેસન્સ અદાલતમાં પોતે નિર્દોષ હોય, કોઈ ગુન્હો કરેલ ન હોય અને તેની સામે ખોટી ફરીયાદ કરવામાં આવેલ હોવાનું વિગેરે કારણ દર્શાવી પોતાને જામીન પર મુકત કરવા અંગે ની અરજી કરી હતી. જેની વિરૂધ્ધ વકિલ વિગેરે કરેલ દલીલો તથા નાયબ પોલીસ વડા જયવિરસિંહ ઝાલા એ કરેલ સોગંદનામાં પર થી જોઈન્ટ ડીસ્ટ્રીકટ જજ વી.પી.અગ્રવાલ એ આરોપી રોશનબેન અલીભાઈ સફીયા ની જામીનઅરજી ના મંજુર કરી હતી.
આ કેસ માં સરકાર તરફે એડી. પબ્લીક પ્રોસી. ધર્મેન્દ્ર એ. જીવરાજાની તથા મુળ ફરીયાદી તરફે વકીલ એમ.એ. શાહ રોકાયેલ હતા.