For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભાવનગરની મહિલા કોન્સ્ટેબલ નયના બારૈયાની જામીન અરજી કોર્ટે ફગાવી દીધી

01:17 PM Dec 03, 2025 IST | Bhumika
ભાવનગરની મહિલા કોન્સ્ટેબલ નયના બારૈયાની જામીન અરજી કોર્ટે ફગાવી દીધી

ભાવનગરની સસ્પેન્ડેડ મહિલા પોલીસ કોન્સ્ટેબલ નયના બારૈયાની રેગ્યુલર જામીન અરજી સેશન્સ કોર્ટે ફગાવી છે. ભાવનગરમાં આરોપીને પોતાના ઘરમાં રાખનાર મહિલા કોન્સ્ટેબલ નયના બારૈયા ને ભાવનગરની પોલીસે મુંબઈમાંથી ધરપકડ કરી ભાવનગર લાવી હતી અને છેલ્લા નવ દિવસથી તે જેલમાં હતી.

Advertisement

ભાવનગર શહેરના ભરતનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી કોન્સ્ટેબલ નયના બારૈયા ના મકાનમાંથી એટ્રોસિટીના આરોપી ઝડપાયો હતા. અને દારૂૂની બોટલ મળી હતી. ભાવનગરની પોલીસે આરોપીને મદદ કરવા અંગે કોન્સ્ટેબલ નયના બારૈયા ને બે નોટિસ ફટકારી હતી .પરંતુ નયના બારૈયા પોતાનો મોબાઈલ સ્વીચ ઓફ કરી નાખી ફરાર થઇ ગઈ હતી.દરમિયાન ભાવનગર પોલીસને બાતમી મળેલ કે કોન્સ્ટેબલ નયના મુંબઈમાં છે. આથી ભાવનગરની પોલીસની ટીમ મુંબઈ રવાના થઈ હતી અને ત્યાંથી તેની ધરપકડ કરી ભાવનગર લાવી હતી. પોલીસે કોન્સ્ટેબલ નયનાને કોર્ટમાં રજૂ કરતા કોટે તેને જેલ હવાલે કરવા હુકમ કરતા તેને જેલ ખાતે મોકલી દેવામાં આવેલ. દરમિયાન આજે મહિલા પોલીસ કોન્સ્ટેબલ નયના બારૈયાની રેગ્યુલર જામીન અરજી સેશન્સ કોર્ટે ફગાવી છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement