અપહરણ-દુષ્કર્મ કેસમાં આરોપીની જામીન અરજી ફગાવતી અદાલત
સગીરાનું કારમાં અપહરણ કરી હવસનો શિકાર બનાવ્યાના પોકસો એકટના ગુનામાં ધરપકડ થઈ’તી
ગત તા.25-4-2024 ના રોજ તાલુકા પોલીસ સ્ટેશનમાં રહેતી સગીરાને પ્રેમ જાળમાં ફસાવી બદકામ કરવાના ઇરાદાથી સણોસરા ગામ બાબાફરીદ ઉર્ફે ભાઈજાન હસમતઅલી નાનાણી કારમાં અપહરણ કરી મોરબી રોડ ઉપર આવેલ હોટલમાં સગીરા ઉપર દુષ્કર્મ આચાર્યાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બાબાફરીદ ઉર્ફે ભાઈજાન નાનાણીની ધરપકડ કરી જેલ હવાલે કરેલ અને આરોપી વિરુદ્ધ ગુનાને લગતો પૂરતો પુરાવો મળી આવતા પોક્સો અદાલતમાં ચાર્જશીટ દાખલ કર્યું હતું.
જે કેસ પોકસો અદાલતમાં શરૂૂ થતા આરોપીએ જેલમાંથી જામીન ઉપર છૂટવા જામીન અરજી કરતા સરકાર તરફે સરકારી વકીલ હાજર રહેલા અને જામીન અરજીનો વિરોધ કરતા રજૂઆત કરેલ કે આરોપી સામે સમાજ વિરોધી ગુનો છે અને સગીરા ઉપર દુષ્કર્મ આચરેલ છે આ કેસમાં પોક્સો કોર્ટમાં પુરાવો શરૂૂ થઈ ગયેલ છે અને આ કેસના ફરિયાદી તથા સગીરાએ કોર્ટમાં આરોપી વિરુદ્ધ જુબાની આપેલ છે અને સગીરાએ તેના ઉપર થયેલ દુષ્કર્મની હકીકત કોર્ટમાં સોગંદ પર જણાવેલ છે અને આરોપીને ઓળખી બતાવેલ છે.
આમ ફરિયાદી અને ભોગબનનાર સગીરાની પોક્સો અદાલતમાં સોગંદ ઉપર જુબાની થઈ ગયેલ છે અને આરોપી સામે ગંભીર ગુનો હોય જેથી જામીન આપવા જોઈએ નહીં તે રજૂઆતને ધ્યાને લઈ સેશન્સ જજ ટી.એસ. બ્રહ્મભટ્ટે આરોપી બાબાફરીદ ઉર્ફે ભાઈજાન નાનાણીની ચાર્જશીટ પછીની જામીન અરજી રદ કરતો હુકમ કર્યો છે. આ કેસમાં સરકાર તરફે સરકારી વકીલ મુકેશભાઈ પીપળીયા રોકાયા હતા.
