અમિત ખૂંટ આપઘાત કેસ મામલે રીબડાના રાજદિપસિંહને રાહત આપવા કોર્ટનો ઇન્કાર
રીબડા નાં ચકચારી અમીત ખુંટ આત્મહત્યા કેસ માં રીબડાનાં રાજદિપસિંહ જાડેજાએ પોતાનાં સામે થયેલી પોલીસ ફરિયાદ રદ કરવા હાઇકોર્ટ માં કોશીંગ અરજી દાખલ કરી હતી.જેની હાથ ધરાયેલ સુનવણી માં હાઇકોર્ટ દ્વારા કોઈ પણ રાહત આપવા ઇન્કાર કરાતા રાજદિપસિંહે કોસીંગ અરજી પરત ખેંચાછે. પ્રાપ્ત વિગત મુજબ રાજદિપસિંહે અમીત ખુંટ આત્મહત્યા કેસ માં પોતાની સામે થયેલી ફરિયાદ રદ કરવા હાઇકોર્ટ માં કોસીંગ અરજી દાખલ કરી હતી.જેની સુનવણી જસ્ટિસ સુથાર ની કોર્ટ માં હાથ ધરાતા હાઇકોર્ટ દ્વારા તમામ પોલીસ રીપોર્ટ ધ્યાને લઇ રાજદિપસિંહ ની અરજી રદ કરવાનું જણાવાયુ હત કોર્ટ દ્વારા ફરિયાદ માં અને અમીત ખુંટ ની સ્યૂસાઈડ નોટમાં નામ હોવાનું ધ્યાને લેવાયુ હતુ.
ઉપરાંત અમીત ખુંટે જેતે સમયે અનિરુદ્ધસિંહ ને જે સજા માફી મળેલ છે.
તે તે હુકમ ગેરકાયદેસર હોય અને ગુજરાત સરકાર નાં નિયમ પાલન કર્યા વગર નો હોય સજામાફી નો હુકમ રદ કરવા સરકાર માં રજુઆત કરી હતી.આ વાત નો બદલો લેવા અનિરુદ્ધસિંહ દ્વારા અમીત ખુંટ પર અરજી પાછી ખેંચી લેવા દબાણ કરી તેની ઉપર અન્ય આરોપીઓ મળી ને હનીટ્રેપ નો કેસ કરાવેલ હોય આ કારણ થી અમીત ખુંટે આત્મહત્યા કરી છે.તેવા તારણ નાં આધારે તથા તપાસ નાં તમામ કાગળો તથા પુરાવા ધ્યાને લઇ રાજદિપસિંહ ને હાઇકોર્ટ દ્વારા કોઇ પણ રાહત આપવા ઇન્કાર કર્યો કર્યો હતો. જેથી રાજદિપસિંહે પોતાની કોસીંગ અરજી પરત ખેંચી છે.