વરસાદની આગાહીના પગલે કોર્ટ કાર્યવાહી સતત બીજા દિવસે સ્થગીત
રાજકોટ સહિત રાજ્યભરમાં છેલ્લા ત્રણ દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે અને ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. ત્યારે રાજકોટ બાર એસો. દ્વારા વકિલો પક્ષકારો અને સાક્ષીઓને હાલાકી ન પડે તે માટે કોર્ટ કાર્યવાહીમાં જે કેસ જે સ્ટેજ પર હોય ત્યા જ યથાવત રાખવા ઠરાવ કરવામાં આવ્યો છે. આ અંગે મળતી વિગત મુજબ રાજકોટમાં છેલ્લા ત્રણ િેદવસથી વરસી રહેતા વરસાદને પગલે ગત શનિવારના રોજ રાજકોટ બાર.એસો દ્વારા ઠરાવ કરી જે કેસ જે સ્ટેજ પર હોય ત્યા જ યથાવત રાખવા ઠરાવ કરવામાં આવ્યો હતો.
પરંતુ વરસાદ હજૂ ચાલુ હોવાથી અને ભારે વરસાદની આગાહી વચ્ચે આજે સોમવારે પણ સવારથી ઝીણી ઘારે વરસાદ શરૂ થયો હતો. જેથી રાજકોટ બાર.એસો દ્વારા વકિલો, પક્ષકારો અને સાક્ષીઓને કોર્ટ કાર્યવાહીમાં હાલાકી ન પડે તે માટે ઠરાવ કરી જે કેસ જે સ્ટેજ પર હોય ત્યા જ યથાવત રાખવા નિર્ણય લેવાયો છે. રાજકોટ કોર્ટમાં વરસતા વરસાદ અને ભારે વરસાદની આગાહી વચ્ચે સતત બીજા દિવસે કોર્ટ કાર્યવાહી સ્થગિત કરી કેસ જે સ્ટેજ પર હોય ત્યા યથાવત રાખવા ઠરાવ કરવામાં આવ્યો છે.