રાજકોટના ટ્રાવેલ્સ સંચાલકને હાજર થવા કોર્ટનો આદેશ
રાજકોટ ની શ્રીનાથ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ (પહેલો માળ, ઓમ એપાર્ટમેન્ટ, માયાણી ચોક, ચંન્દ્રેશનગર મેઈન રોડ, રાજકોટ) વાળા એ મહાકુંભમાં સ્નાન કરાવવા માટે એક ટુર ઓર્ગેનાઈઝ કરી હતી. જેમાં જામનગર જીલ્લાના કાલાવડ માં કૈલાશનગર સોસાયટીમાં રહેતા જગદિશભાઈ કાનજીભાઈ વાદી તથા તેમના પત્ની બંને ગઈ તા.25/01/2025 ના રોજ પ્રયાગરાજ મહાકુંભમાં સ્નાન માટે ગયેલા. આ ટુર તા.25/01/2025 થી તા.01/02/2025 સુધી ની ટુર ઓર્ગેનાઈઝ કરવામા આવી હતી .જેમાં રાજકોટ થી શરૂૂ કરી પ્રયાગરાજ વિગેરે સ્થળો એ જવાની હતી. અને તેના એક વ્યકિત દીઠ રૂૂા.14500 નકકી થયેલા. જે મુજબ જગદિશભાઈએ તેમના તથા તેમના પત્નીના મળી કુલ રૂૂા.ર9,000 ટ્રાવેલ્સ કંપનીના ખાતામાં જમાં કરાવી દીધેલ. જેમાં રહેવાનું, જમવાનું વિગેરે તમામનો સમાવેશ થાય છે.આમ નકકી થયા મુજબ તા.25/01/2025 ના રોજ શ્રીનાથ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સની બસ યાત્રા કરાવવા નિકળેલ અને પ્રયાગરાજ મહાકુંભમાં સ્નાન અર્થે બસ સરકારી પાર્કીંગમાં પાર્ક કરેલ. ત્યારબાદ બધ્ધા શ્રધ્ધાળુઓ સ્નાન કરવા ગયેલા જેની સાથે જગદિશભાઈ તથા તેમના પત્ની પણ ગયેલા. પરંતુ, જગદિશભાઈ તથા તેમના પત્ની સ્નાન કરી પરત આવે તે પહેલા બસ સરકારી પાર્કીંગમાંથી રવાના થઈ ગઈ હતી. તેથી જગદિશભાઈએ તે બસના મેનેજરને ફોન કરેલ તો મેનેજરે કહેલ કે હાલ આપણે ટુર ટુંકાવી દીધેલ છે. જેથી જગદિશભાઈએ કહેલ કે અમો સ્નાન કરવા ગયેલા ત્યારે થોડાક જરૂૂરી કપડા તથા સામાન લીધેલ છે. અને બાકીનો સામાન બસમાં જ છે. જેમાં મારા રૂૂા.2પ,000 રોકડા પણ છે. તો મેનેજરે કહેલ કે તમે રાજકોટ મુકામે અમારી ઓફિસે પહોંચશો એટલે તમોને તમારો સામાન મળી જશે.
ત્યારબાદ જગદિશભાઈએ રાજકોટ શ્રીનાથ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સની ઓફિસે પહોંચી સામાનમાં જોતા તે રોકડ રૂૂા.25,000 મળી ન હતી. જેથી તે બાબતની ફરીયાદ જગદિશભાઈ એ ટ્રાવેલ્સ કંપનીના માલીક/વહીવટ કર્તા શૈલેષભાઈ ઉકાભાઈ પાંભર ને કરેલ. તો શૈલેષભાઈ ઉકાભાઈ પાંભરે કોઈ સંતોષકાર જવાબ આપેલ નહી. જેથી જગદિશભાઈએ આ શ્રીનાથ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ કંપની તથા માલીક સામે કાલાવડ પો.સ્ટે.માં ફરીયાદ કરેલ. અને એક ગ્રાહકને આપવી જોઈતી સેવામાં ગંભીર બેદરકારી દાખવેલ હોય તેથી જગદિશભાઈ દ્રારા તેમને થયેલ માનસીક ત્રાસ તથા થયેલ ખર્ચ બદલ શ્રીનાથ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ ઉપર ફરીયાદ દાખલ કરેલ છે. જેમાં કોર્ટે કેશ રજીસ્ટરે લઈ શ્રીનાથ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ તથા તેના માલીક/વહીવટ કર્તાને હાજર થવા નોટીશ કરેલ છે. આ કેશમાં ફરીયાદી તરફે ધારાશાસ્ત્રી ગિરિરાજસિંહ કે. જાડેજા તથા વિશ્વજીતસિંહ કે. જાડેજા રોકાયા છે.