ગોંડલમાં અકસ્માત કેસમાં ઇન્સ્યોરન્સ કંપનીને 38 લાખ ચુકવવા કોર્ટનો આદેશ
પુજાબેન આશિષભારથી ગોસાઈ ગત તા.24/5/2021 ના રોજ એકટીવા મોટર સાયકલ વાહન લઈ સાંજના 6:45 વાગ્યાના આરસામાં સતાપર થી ગોંડલ આવી રહ્યા હતા ત્યારે એક કાર વાહનના ડ્રાઈવરે મોટર સાયકલ સવારને હડફેટે લેતા અતી ભયંકર અકસ્માત સર્જેલ અને અકસ્માતમાં પુજાબેન આશિષભારથી ગોસાઈને અતી ગંભીર ઈજાઓ પહોંચાડેલ. પુજાબેનને અતી ગંભીર ઈજાઓ તેમજ લાંબી સારવાર બાદ ગોડલ નામદાર કોર્ટમાં વળતરનો દાવો દાખલ કરવામાં આવેલ અને અરજદારના વકીલએ મહત્વના પુરાવાઓ રજુ કરેલ તેમજ ધારદાર દલીલો અને નામદાર હાઈકોર્ટ તેમજ નામદાર સુપ્રિમકોર્ટના ચુકાદાઓ ટાંકી ગોંડલના જોઈન્ટ ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ એચ. એ. ત્રિવેદી સાહેબે કાર વાહનની વિમા ફકું. ગો-ડીઝીટ જનરલ ઈન્સ્યુરન્સ કું. લી. ને 9 % ના વ્યાજ સહિત રૂૂા. 38,00,000/-અરજદારને ચુકવી આપવા આદેશ ફરમાવેલ છે. જેમાં અરજદાર પુજાબેન ગોસાઈના વકીલ તરીકે શરદ આર. પરમાર તથા નિતીનકુમાર સી. ચાવડા રોકાયેલ હતા.