For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગોંડલમાં બાંધકામની મંજૂરી વગર ખડકી દેવાયેલા કોમ્પ્લેક્સને પાડી નાખવા કોર્ટનો હુકમ

05:02 PM Feb 20, 2025 IST | Bhumika
ગોંડલમાં બાંધકામની મંજૂરી વગર ખડકી દેવાયેલા કોમ્પ્લેક્સને પાડી નાખવા કોર્ટનો હુકમ

Advertisement

ગોંડલમાં કડિયા લાઇન પર બિલ્ડરે બાંધકામની મંજૂરી વગર ખડકી દેવાયેલા કોમ્પ્લેક્સને તોડી પાડવા ગોંડલ કોર્ટ હુકમ કર્યો છે. કોર્ટ દ્વારા બિલ્ડરને નોટીસ પાઠવી 30 દિવસમાં ગેરકાયદે બાંધકામ તોડી પાડી તેનો ખર્ચ પણ બિલ્ડર પાસેથી વસુલવા ગોંડલ પાલિકાને આદેશ કર્યો છે.

આ કેસની વિગત મુજબ ગોંડલમા કડિયા લાઈન રોડ ઉપર અંબરીશકુમાર વિજયકુમાર ઉદેશી તથા સહદેવસિંહ હિતેન્દ્રસિંહ જાડેજા દ્વારા ગોંડલ નગરપાલિકા પાસેથી બાંધકામની કોઈપણ જાતની પરવાનગી મેળવ્યા વિના ગેરકાયદેસર રીતે બનાવવામાં આવેલ કોમર્શિયલ કોમ્પ્લેક્સ જે મીઠાણી ચેમ્બર્સ તરીકે ઓળખાય છે તે મંજૂરી વિનાના બાંધકામ વિરુદ્ધ વાદી અતુલ જયપ્રકાશ ઉદેશી દ્વારા નામદાર ગોંડલ કોર્ટમાં અંબરીશકુમાર વિજયકુમાર ઉદેશી તથા સહદેવસિંહ હિતેન્દ્રસિંહ જાડેજા તથા ગોંડલ નગર સેવા સદનને પ્રતિવાદીઓ બનાવી દાવો કરાયે હતો.

Advertisement

જે કામે પ્રતિવાદીઓએ પોતાના જવાબમાં બાંધકામની મંજૂરી ન મેળવેલ હોવાની કબુલાત આપી હોવાથી વાદીના એડવોકેટ હરિન એન. પુઆર દ્વારા દીવાની કાર્યરીતિ સંહિતાની જોગવાઇ અનુસાર પ્રતિવાદીની કબુલાત ઉપરથી દાવાનો અંતિમ નિર્ણય આપવા કોર્ટને કરાયેલી અરજી તથા તે અરજી મંજૂર કરવા તેમના દ્વારા થયેલ તર્કસંગત લંબાણપૂર્વકની દલીલો ધ્યાને લઈ જજ આર્યા રામકુમાર દ્વારા વાદીનો દાવો તા.15/02/2025 ના રોજ અંશત: મંજૂર કરતો આખરી હુકમ કરી ગોંડલ નગર સેવાસદને આવું ગેરકાયદેસર બાંધકામ કરનારા અંબરીશકુમાર વિજયકુમાર ઉદેશી તથા સહદેવસિંહ હિતેન્દ્રસિંહ જાડેજા ને દિવસ-30 ની નોટિસ આપી આ મીઠાણી ચેમ્બર્સ તરીકે ઓળખાતા બાંધકામને તોડી પાડવા તથા તે તોડી પાડવાનો ખર્ચ બાંધકામ કરનારા પાસેથી વસૂલ કરવાનો અંતિમ હુકમ ફરમાવેલ છે.કોર્ટના હુકમથી બાંધકામની મંજૂરી મેળવ્યા વિના બાંધકામ કરી આવી મિલકતો સામાન્ય પ્રજાજનોને વેચી નાખતા બિલ્ડર્સ લોબીમાં ફફડાટ વ્યાપી ગયેલ છે. ઉલ્લેખનીય છે કે અગાઉ ગોંડલના ખૂબ જ ચર્ચાસ્પદ ડોક્ટર વેકરીયાની હોસ્પિટલના ગેરકાયદેસરના બાંધકામને તોડી પાડવાનો હુકમ કરાયો હતો.

Advertisement
Tags :
Advertisement
Advertisement