For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગુજરાતીઓને ઠગ કહેવાના પ્રકરણમાં તેજસ્વી યાદવ સામેનો કોર્ટ કેસ બંધ

03:50 PM Feb 27, 2024 IST | Bhumika
ગુજરાતીઓને ઠગ કહેવાના પ્રકરણમાં તેજસ્વી યાદવ સામેનો કોર્ટ કેસ બંધ

ગુજરાતીઓને ઠગ કહેવાના વિવાદીત નિવેદન પ્રકરણમાં બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ સામે અમદાવાદની મેટ્રોપોલીટન કોર્ટમાં થયેલ બદનક્ષી કેસમાં એડિશનલ ચીફ મેટ્રોપોલીટન મેજિસ્ટ્રેટ ડી.જે.પરમારે તેજસ્વી યાદવ વિરૂૂધ્ધનો આ કેસ બંધ કરવાનો હુકમ કર્યો હતો. કેસ બંધ કરવાનો હુકમ કરવામાં આવે છે. અમદાવાદમાં રહેતા હરેશભાઈ પ્રાણશંકર મહેતાએ મેટ્રો કોર્ટમાં બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી લાલુપ્રસાદ યાદવ સામે આઈપીસીની કલમ 499, 500 (બદનક્ષી)ની ફરિયાદ કરી એવી રજૂઆત કરી હતી કે, બિહારના નાયબ સીએમ તેજસ્વી યાદવ જવાબદાર નાગરિક છે અને તેમણે થોડા સમય પહેલાં વિવિધ મીડિયા સમક્ષ એવું નિવેદન કહ્યું હતું કે, જો ભી દો ઠગ હૈ ના, જો ઠગ હૈ, ઠગી કો અનુમતી જો હૈ, આજ દેશ કે હાલાત મેં દેખા જાયે તો સિર્ફ ગુજરાતી હી ઠગ હો સકતે હૈ, હો સકે ઠગ કો માફ કિયા જાયેગા, એલઆઈસી કા પૈસા, બેંક કા પૈસા દે દો ફીર વો લોગ લેકે ભાગ જાયેંગે, તો કૌન જીમ્મેવાર હોગા આવા કથનને કારણે ગુજરાતની પ્રજા તથા ગુજરાતના સમગ્ર સમાજની બદનામી, માનહાનિ થઈ છે. આ કેસમાં અગાઉ મેટ્રો કોર્ટે કોર્ટ ઈન્કવાયરીનો હુકમ કર્યો હતો. જો કે, તેજસ્વી યાદવનો આખોય આ મામલો છેક સુપ્રીમકોર્ટ સુધી પહોંચ્યો હતો.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement