ગોંડલના જુદા-જુદા બે અકસ્માત કેસમાં મૃતકોના પરિવારનું બે કરોડનું વળતર મંજૂર કરતી કોર્ટ
ગોંડલ તાલુકાના ચરખડી રહેતા અને બેરીગનુ કામકાજ તેમજ ખેતીનો વ્યવસાય કરતા પોતાનું બાઈક પર ગોંડલ જામકંડોરણા રોડ ઉપર ઉમરાળી ગામે પાસે કાર ચાલકે અડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો જેમાં ચરખડીના પ્રવિણભાઈનુ અને અન્ય અકસ્માતમાં રાજેશભાઈનુ મૃત્યુ પામેલા હતાં જે અંગેનો કેસ ગોંડલ કોર્ટમાં ચાલી જતાં બે કરોડથી વધુ રકમનું વળતર મંજૂર કર્યું હતું.
બનાવની વિગત મુજબ ગોંડલ તાલુકાના ચરખડી ગામે રહેતા અને બેરીગનુ તેમજ ખેતીકામ કરતા પ્રવિણભાઇ છગનભાઈ વધાસીયા બાઈક પર ગોંડલ જામકંડોરણા રોડ ઉપર જતાં હતાં દરમિયાન ઉમરાળી ગામ પાસે પહોંચતાં મારૂૂતિ અર્ટીગા કારે બાઇક ચાલક ને હડફેટે લેતા સર્જાયેલા અકસ્માતમાં પ્રવિણભાઇનુ મોત થયું હતું જે અંગેનો કેસ ગોંડલ કોર્ટમાં ચાલી જતાં કોર્ટેએ મૃતકનાં પરીવારજનોને વ્યાજ અને ખર્ચ સહિત 1 કરોડ 25 લાખ રૂૂપિયા વિમા કંપનીને ચૂકવવાનો ગોંડલ નામદાર મોટર એક્સીડન્ટ કલેઈમ ટ્રીબ્યુનલના જજ એચ.એમ.ત્રિવેદી સાહેબે હુકમ કર્યો હતો બીજા અકસ્માત બનાવના કેસમાં પણ રાજકોટ ડિસ્ટ્રીકટ કો.ઓપ.બેન્કના કર્મચારી રાજેશભાઈ વિઠ્ઠલભાઈ ગોહેલ ના કેસમાં પણ નામદારે અરજદારના એડવોકેટ યતિશભાઈ ગોવિંદભાઈ દેસાઈ તથા મયંક પ્રવિણભાઇ ધનેશાની ધારદાર દલીલો અને ગુજરાત હાઇકોર્ટ તેમજ સુપ્રીમકોર્ટના જજમેન્ટોને ધ્યાને રાખી વ્યાજ અને ખર્ચ સહિત રૂૂપિયા 85 લાખનું વળતર ચુકવવા વિમા કંપનીને હુકમ કર્યો હતો આમ બે અકસ્માતના બનાવમાં 2 કરોડ ઉપરાંતનું વળતર મંજૂર કર્યું હતું.