For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અકસ્માત કેસમાં મૃતક રાજ બેંકના કારચાલકના પરિવારનું 96.50 લાખનું વળતર મંજૂર કરતી કોર્ટ

04:53 PM Oct 13, 2025 IST | Bhumika
અકસ્માત કેસમાં મૃતક રાજ બેંકના કારચાલકના પરિવારનું 96 50 લાખનું વળતર મંજૂર કરતી કોર્ટ

કાર સવાર અન્ય કર્મીને વળતર ચૂકવી ચાલકનો ક્લેઇમ કેસ વીમા કંપનીએ રદ કરતા કોર્ટનો મહત્ત્વનો ચુકાદો

Advertisement

રાજકોટના મનહર પ્લોટમાં રહેતા અને ધી કો-ઓપરેટીવ બેન્ક ઓફ રાજકોટ લી. મેઈન બ્રાંન્ચમાં બેન્ચ કલાર્ક કમ આસીસટન્ટ કમ ડ્રાઈવર તરીકે નોકરી કરતા રાજેશભાઈ ઉર્ફે રાજુભાઈ કીશોરભાઈ સોલંકી (ઉ.વ.-46) ગત તા. 20/10/2016 ના રોજ નસ્ત્રરાજ બેન્કસ્ત્રસ્ત્ર ની કાર લઈ બેંકના મેનેજરો સાથે અમદાવાદથી રાજકોટ તરફ આવી રહયા હતા. ત્યારે સાયલા નજીક પહોંચતા કારનું ટાયર ફાટતા કાર ડીવાઈડર કુદી સામેથી આવતી એક લકઝરી બસ સાથે કાર અથડાઈ હતી.

જે અકસ્માતમાં કાર ચાલક રાજેશભાઈ ઉર્ફે રાજુભાઈ સોલંકી, રાજ બેન્કના મેનેજરો અને આર્કીટેકના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. આ અંગે સાયલા પોલીસ સ્ટેશનમાં કાર ચાલક રાજેશભાઈ ઉર્ફે રાજુભાઈ સોલંકી વિરૂૂધ્ધ આઈ.પી.સી. સેકશન 279, 337, 338 તથા 304 (અ) અને મોટર વ્હીકલ એકટ સેકશન 177 184 હેઠળ ફરિયાદ નોંધવામાં આવી હતી.

Advertisement

અકસ્માતમાં મૃત્યુ પામેલા રાજ બેન્કના મેનેજરો, આર્કીટેક અને કારના ચાલક રાજેશભાઈ ઉર્ફે રાજુભાઈ સોલંકીના વારસદારો દ્વારા રાજકોટની ટ્રીબ્યુનલમાં વળતર મેળવવા માટે મોટર વ્હિકલ એકટ હેઠળ કલેઈમ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જે કેસમાં ઈનોવા કારની ઈન્શ્યોરન્સ કંપની ટાટા એ.આઈ.જી. દ્વારા નકકી થયેલ સમાધાનની રકમ મુજબ મૃતકોના પરીવારજનોને વળતર ચુકવી આપવામાં આવ્યું હતું. પરંતુ કાર ચાલક રાજેશભાઈ ઉર્ફે રાજુભાઈ સોલંકી અકસ્માત સમયે કાર ચલાવતા હતા અને તે રાજ બેન્કનાસ્ત્રસ્ત્રપેઈડ ડ્રાઈવરસ્ત્રસ્ત્ર નથી એટલે એમના પરીવારજનોને વળતર ન મળે તેવું વીમા કંપનીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું.

જેથી રાજેશભાઈનો ક્લેઇમ કેસ ચાલવા ઉપર આવતા પ્રીન્સીપાલ એન્ડ ડીસ્ટ્રીકટ સેશન્સ જજ (એમ.એ.સી.ટી.) જે. આર. શાહ દ્વારા મૃતક રાજેશભાઇના વારસદારોને વ્યાજ અને ખર્ચ સહિત રૂૂા.96.50 લાખનું વળતર ચૂકવવા વીમા કંપનીને હુકમ કર્યો છે. આ કેસમાં મૃતક રાજેશભાઇના વારસદારો વતી રાજકોટના એડવોકેટ રાજેન્દ્ર પી. ડોરી (પટેલ) રોકાયા હતા.

Advertisement
Tags :
Advertisement
Advertisement