અકસ્માતના અલગ અલગ બે કેસમાં મૃતકોના વારસદારોનું 1.65 કરોડનું વળતર મંજૂર કરતી કોર્ટ
મુંબઈ અંકલેશ્વર હાઇવે ઉપર નવસારી પાસે ત્રણ વર્ષ પહેલાંના ચકચારી અકસ્માત મૃત્યુના બે કેસ પૈકી એક કેસમાં રાજકોટ કોર્ટના ઈતિહાસમાં અત્યાર સુધીનું સૌથી વધુ રૂૂા. રૂૂા.1.38 કરોડ અને રૂૂ.37 લાખ એમ બે કેસમાં કુલ રૂૂ.1.65 કરોડના વળતરનો હુકમ થયો છે.
આ અંગેની હકીકત મુજબ, અંકલેશ્વર સ્થિત પ્રોલાઈફ કેમોફાર્મા પ્રા.લી. કંપનીમાં કામ કરતા 9 કર્મચારીઓ તા.31/ 12/ 2022ના રોજ કંપનીમા સાથે કામ કરતા કર્મચારીના સગાઈ પ્રસંગે મુંબઈ ગયા હતા. પ્રસંગ પતાવી કારમાં પરત અંકલેશ્વર આવતા હતા. ત્યારે મુંબઈ અમદાવાદ હાઈવે પર નવસારી પાસે પહોચતા કાર અને બસ વચ્ચે ભયંકર ગમખ્વાર અકસ્માત સર્જાતા જે અકસ્માતમાં કુલ 9 વ્યક્તિના મૃત્યુ થયેલ, જે અકસ્માતના મૃતકો પૈકી કંપનીના મેનેજર જગદીશભાઈ રસીકભાઈ દુધાતના વારસદારો દ્વારા રાજકોટ કોર્ટમાં ક્લેઇમ કેસ દાખલ કરવામાં આવેલ. જે અંગે અરજદારના વકીલોની દસ્તાવેજી પુરાવા અને મુદ્દાસરની રજૂઆતો, દલીલો તેમજ વીમા કુ. સાથે સમાધાનની કાર્યવાહીને ધ્યાને લઈને અદાલત દ્વારા રૂૂા. રૂૂા.1.28 કરોડનું જંગી વળતર મંજુર કરવામાં આવ્યું છે.
આ અકસ્માત અન્ય મૃતક કર્મચારી જયદિપભાઈ કાંતીભાઈ પેથાણીના વારસદારો દ્વારા પણ મોટર એકસીડન્ટ ક્લેઇમ ટ્રિબ્યુનલમાં કેસ દાખલ કરવામા આવેલ હતો, તેમાં પણ બંને વકીલોના પ્રયાસોથી વીમા કંપની સાથે સમાધાન સધાતા ટ્રિબ્યુનલ દ્વારા રૂૂ.37 લાખનું વળતર મંજુર કરવામાં આવ્યું છે. આમ આ બન્ને કેસમાં એડવોકેટ દ્વારા અંગતરસ લઈ વીમા કંપની ઈકો ટોક્યોના લીગલ ઓફીસર સંજીવભાઈ જોષી, શુભમ મકવાણા, અમીત સોની તરફથી સહકાર સાંપડ્યો હતો. જેના લીધે મૃતકોના વારસદારોને ટુંકા ગાળામા બન્ને કેસો મળીને રૂૂ.1.65 કરોડનું વળતર મંજૂર થયું છે.
આ બંને કેસમાં મૃતકોના વારસદારો વતી અકસ્માત વળતરનાં સ્પેશ્યાલિસ્ટ વકીલ કલ્પેશ કે. વાઘેલા, ભાવિન આર. પટેલ અને શ્રધ્ધા આર. અકબરી રોકાયા હતા.