પરપ્રાંતિય શ્રમિકને મોતને ઘાટ ઉતારવાના ગુનાના આરોપીને નિર્દોષ મુક્ત કરતી અદાલત
શહેરના ગોંડલ રોડ પર આવેલ રવેચીનગરમાં કિશન વિનુભાઈ દેત્રોજા નામના પટેલ યુવક સાથે મજૂરી કામ કરતા બીરેન્દ્ર ભૈયા સાથે કામ બાબતે બોલાચાલી થતા કિશન દેત્રોજાએ ગત તા.07/01/2022ના રોજ બીરેન્દ્ર ભૈયાને ધોકા વડે માર મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો. કિશન દેત્રોજાએ અન્ય વ્યક્તિની મદદથી સુઝુકી એક્સેસમાં બીરેન્દ્ર ભૈયાને દવાખાને લઈ જવાનું કહી લાશને વચ્ચે રાખી ફૂટપાથ પર મૂકી નાશી ગયાની આજીડેમ પોલીસ સ્ટેશનમા ફરિયાદ નોંધાઈ હતી.
તપાસનીશ અધિકારી દ્વારા કિશન દેત્રોજાની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ તપાસના અંતે કોર્ટમાં ચાર્જશીટ ફાઈલ થયા બાદ સેસન્સ કોર્ટમા કેસની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. તપાસનીશ અધિકારી, ફરિયાદી ઉપરાંત અન્ય નનજરે જોનારથ 8 મળી કુલ 41 સાક્ષીઓ અને 37 જેટલા દસ્તાવેજી પુરાવાઓ રજૂ કર્યા હતા. પ્રોસિકયુશન દ્વારા સાક્ષી પુરાવા રજૂ થયેલ અને તમામ નનજરે જોનારથ સાક્ષીઓ ઉપરાંત અન્ય સાક્ષીઓને તપાસવામાં આવેલ હતા જેમાં કોર્ટ સમક્ષની જુબાનીમાં એવી હકીકત રેકર્ડ પર આવેલ કે પોલીસ દ્વારા ચાર્જશીટમાં બતાવવામાં આવેલ નનજરે જોનારથ સાક્ષીઓએ કોઈજ બનાવ જોયેલ જ ન હતો તેવું રેકર્ડ પર આવેલ.
પ બચાવપક્ષના વકીલ દ્વારા પ્રોસીક્યુશન સાહેદોની ઉલટ તપાસ અને વિગતવાર દલીલો દરમ્યાન પણ કોર્ટ સમક્ષ સફળ અને સચોટ રજૂઆતો કરેલ હતી અને વિવિધ હાઈકોર્ટ અને સુપ્રિમ કોર્ટના ચુકાદાઓ રજુ રાખેલ તે ધ્યાનમાં લઈ અધિક ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ વી. કે. ભટ્ટે કિશન વિનુભાઈ દેત્રોજાને ખૂનના આરોપમાંથી નિર્દોષ ઠરાવી છોડી મૂકવા હુકમ ફરમાવવામાં આવ્યો છે. આ કેસમાં આરોપી વતી રાજકોટના એડવોકેટ રાજન આર. કોટેચા, કુણાલ આર. કોટેચા, વારીસ એમ. જુણેજા, ડેનિશા બી. પટેલ, કિરણભાઈ ચુડાસમા, પેરા-લીગલ તરીકે રોનક પરમાર, ગૌરવ રાઠોડ અને સિધ્ધાર્થ સિતાપરા રોકાયા હતા.
