લાઠીની આલમગીરી ચોકડી પાસે બાઈક સ્લિપ થતાં દંપતી ખંડિત, પત્નીનું કરુણ મોત
બન્ને હટાણું કરીને વાડીએ જતા હતા ત્યારનો બનાવ
લાઠીના આલમગીરી ચોકડી પાસે બાઈક સ્લીપ થતા દંપતી ખંડિત થયું હતું અને ઘવાયેલા પરિણીતાનો પતિની નજર સામે જ મોત નીપજ્યું હતું. હાલ ઘવાયેલા મૃતકના પતિને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો છે.
વધુ વિગતો મુજબ, લાઠી ગામે કિશોરભાઈ ની વાડીમાં રહી ખેતમજૂરી કરતા નકરુભાઈ કુરજીભાઈ કનોડા ઉંમર વર્ષ 28 અને તેમના પત્ની પારુલ બેન ઉંમર વર્ષ 27 બંને ગઈ તા.24ના રોજ સાંજે બાઈક લઇ આલમગીરી ચોકડી પાસેથી પસાર થતા હતા ત્યારે અચાનક બાઈક સ્લીપ થતા બંનેને માથાના ભાગે ઇજા થઈ હતી અને તેઓને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.જ્યાં સારવાર દરમિયાન પરિણીતાનું મોત નીપજ્યું હતું.
આ ઘટનામાં જાણવા મળ્યું હતું કે,દંપતી કપાસ જોખવા ગયા હતા અને ત્યાંથી હટાણું કરીને પરત વાડીએ જતા હતા ત્યારે અકસ્માતની ઘટના બની હતી.મૃતકને સંતાનમાં બે દીકરા છે તેઓ મધ્યપ્રદેશના વતની છે અને ખેતીમજૂરી કરતા હોવાનું જાણવા મળ્યું છે.પરિણીતાના મોતથી પરિવારમાં શોક છવાઈ ગયો છે.