મિત્રના પુત્રના લગ્ન પ્રસંગમાંથી આવતાં દંપતીને નડ્યો અકસ્માત: પતિનું મોત
શહેરના નાનામવા રોડ પર રાજનગરમાં રહેતું દંપતિ શાપર વેરાવળ મિત્રના પુત્રનાં લગ્ન પ્રસંગમાંથી પરત આવતું હતું ત્યારે દંપતિને ગોંડલ હાઈવે પર પારડી ઓવરબ્રીજ નજીક અકસ્માત નડયો હતો. જેમાં પતિનું મોત નિપજ્યું હતું. બાઈક સ્લીપ થઈ જતાં પતિને માથાના ભાગે ગંભીર ઈજા થતાં સારવાર માટે ખાનગી હોસ્પિલટમાં ખસેડાતાં તેનું મોત નિપજ્યું હતું. જ્યારે પતિને સામાન્ય ઈજા થઈ હતી.
જાણવા મળતી વિગત મુજબ, રાજનગર સોસાયટી શેરી નં.5માં રહેતાં કિશોરભાઈ વલ્લભભાઈ ભરડવા (ઉ.51) નામના આધેડ ગત તા.1ના રોજ શાપર વેરાવળમાં તેના મિત્રના પુત્રના લગ્ન હોવાથી પત્ની હિનાબેનને લઈ શાપર વેરાવળ ગયા હતાં. જ્યાં લગ્ન પ્રસંગમાં હાજરી આપી રાત્રે 10 વાગ્યાના અરસામાં બાઈક લઈ પરત ઘરે આવવા નીકડયા હતાં. દરમિયાન ગોંડલ હાઈવે પર પારેડી ગામના ઓવરબ્રીજ નજીક પહોંચતાં બાઈક સ્લીપ થઈ જતાં અકસ્માત નડયો હતો. જેમા કિશોરભાઈને માથાના ભાગે તથા શરીરે ગંભીર ઈજા થઈ હતી. જો કે પત્ની હિનાબેનનો સામાન્ય ઈજા સાથે બચાવ થયો હતો.
ગંભીર રીતે ઘવાયેલા કિશોરભાઈને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. પરંતુ સારવાર કારગત ન નિવડતાં આજે હોસ્પિટલના બીછાને કિશોરભાઈનું મોત નિપજ્યું હતું. આ અંગે શાપર પોલીસે જરૂરી કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં મૃતક કિશોરભાઈ બે ભાઈ એક બહેનમાં નાના અને ચંદન પાર્કમાં ભરત નમકીન નામે વેપાર કરતાં હતાં. તેમને સંતાનમાં એક પુત્ર હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવથી પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ જવા પામી છે.