For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વિરમગામના વનથળ રોડ પર બાઇક આડે ભેંસ ઉતરતા દંપતી ખંડિત

12:19 PM Sep 24, 2025 IST | Bhumika
વિરમગામના વનથળ રોડ પર બાઇક આડે ભેંસ ઉતરતા દંપતી ખંડિત

વિરમગામ તાલુકાના વનથળ રોડ ઉપર મેલડી માતાજીના મંદિર પાસે બાઈક સાથે ભેંસ અથડાતા ઝેઝરા ગામના પરિણીત યુવાનનું મોત નીપજ્યું હતું. જ્યારે અકસ્માતમાં પત્નીને ઇજાઓ પહોંચી હતી.

Advertisement

વિરમગામ તાલુકાના ઝેઝરા ગામના કિરીટભાઈ જમોડ અને તેમના પત્ની જશીબેન જમોડ પત્નીની સારવાર સારૃ બાઈક લઈ પાવાગઢ ચકલાસી સારવાર કરાવી પરત પિયર વિઠલાપુર દીકરાઓને લેવા જઈ રહ્યા હતા. ત્યારે મેલડી માતાજીના મંદિર પાસે વંનથળ રોડ પર આવેલી નર્મદા કેનાલ પાસે પસાર થઈ રહ્યા હતા ત્યારે રોડ ઉપર અચાનક ભેંસ દોડીને આવતા બાઈક સાથે અથડાતા બંને નીચે પડી ગયા હતા. જેમાં કિરીટભાઈને માથાના અને મોઢાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી.

રસ્તા પરથી પસાર થથાં રાહદારીએ 108 એમ્બ્યુલન્સને જાણ કરતા 108 એમ્બ્યુલન્સ મારફત બેભાન અવસ્થામાં કિરીટભાઇને વિરમગામ સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે કિરીટભાઇને મરણ જાહેર કરેલ હતા.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement