13 કરોડની ઘડિયાળો સાથે ઝડપાયેલ દંપતીએ 4.99 કરોડની કસ્ટમ ડ્યૂટી ભરી
વેલ્યુએશન માટે વેલ્યુઅર આવ્યા જ નહીં અંતે દંપતિનો જામીન પર છૂટકારો
અમદાવાદ એરપોર્ટ પરથી રૂૂ.13 કરોડની વિદેશી કંપનીની ઘડિયાળ સાથે પકડાયેલ રાજસ્થાનના દંપતી રશીદા કોસર અને કોસર અકબર અલી કોલાપુરવાલાની સામે કસ્ટમે સમય મર્યાદામાં કોર્ટમાં ફરિયાદ નહીં. કરતા ઘીકાંટા કોર્ટના એડિશનલ ચીફ જયુડશિયલ મેજિસ્ટ્રેટએ શરતી જામીન પર મુકત કરવા હુકમ કર્યો છે.
દંપતીએ આ બન્ને ઘડિયાળની ક્સ્ટમ ડયુટીના કુલ રૂૂ. 4,99,35,776 અમદાવાદ કસ્ટમ વિભાગમાં દંપતીએ ભરી દીધી હતી. આ પછી સેશન્સ કોર્ટ સુધી જામીન અરજી ફગાવી દેવામાં આવી હતી. આ ઉપરાંત બન્ને વિદેશી ઘડિયાળની વેલ્યુ કઢાવવા માટે કસ્ટમ વિભાગે વેલ્યુઅરને પત્ર લખ્યો હતો પરંતુ હજુ સુધી વેલ્યુઅરે બન્ને ઘડિયાળની કિંમત નક્કી કરવા માટે આવ્યા નથી.
અબુધાબીથી એર અરેબિયા અને ઈન્ડીગોની ફ્લાઈટમાં દંપતી વહેલી સવારે અમદાવાદ અલગ અલગ આવ્યા હતા. જેમાં સૌ પ્રથમ કોસર અકબર અલી કોલાપુરવાલા નીકળી ત્યારે હાથના કાંડા પર રૂૂમાલ બાંધ્યો હતો. તેની તલાશી લેતા રૂૂ.11.70 કરોડની ઘડિયાળ મળી આવી હતી. આ જ અરસામાં પત્ની રશીદા કોસર કોલાપુરવાલા પાછળ આવતા તેના પતિ કોસર અકબર અલી કોલાપુરવાલાની તલાશી લેતા હાથ પર બાંધેલી વિદેશી કંપનીની 1.29 કરોડની ઘડિયાળ મળી આવી હતી. જેમાં દંપતીએ આર્થિક સ્થિતિ સારી નહીં હોવાના ઉલ્લેખ કરીને જામીન માગ્યા હતા.