રાજકોટ જિલ્લાની પાંચ નગરપાલિકાની ચૂંટણીની મતગણતરી 11 સેન્ટર પર કરાશે
આવતીકાલે સવારે 8 વાગે કાઉન્ટિંગ શરૂ થશે: પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
રાજકોટ જિલ્લાની પાંચ નગરપાલિકા તેમજતાલુકા પંચાયતની છ જેટલી બેઠક પર પેટા ચૂંટણીનું મતદાન શાંતિપૂર્ણ થયું છે. ત્યારે આવતીકાલે મંગળવારના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે. જેને લઇ તંત્ર દ્વારા તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. અને મતદાન મથક પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતગણતરી હાથ ધરવામાં આવશે.
રાજકોટ કલેકટર પ્રભવ જોશીએ જણાવ્યું હતું કે રાજકોટ જિલ્લાની પાંચ નગરપાલિકા બેઠક માટે 11 જેટલા કાઉન્ટિંગ સેન્ટર તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં વધુમાં વધુ 11 રાઉન્ડમાં મતગણતરી પૂર્ણ કરવામાં વઆવશે. તાલુકા પંચાયતની પેટા ચૂંટણી માટે જે તે બેઠકો પર જ મતગણતરીની વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. આવતીકાલે સવારે 8:00 વાગ્યાથી ગણતરીની શરૂૂઆત કરવામાં આવશે. મતગણતરી દરમિયાન એક હજારથી પણ વધુ કર્મચારીઓની ફાળવણી કરવામાં આવે છે.
જેતપુર નગરપાલિકાની ચૂંટણીમાં બેઠકો વધુ હોવાના કારણે ટેબલની વ્યવસ્થા પણ વધુ રાખવામાં આવી છે. 24 જેટલા ટેબલો મતગણતરી માટે ગોઠવવામાં આવ્યા છે. અને 11 રાઉન્ડમાં મતગણતરી પૂર્ણ થાય તે રીતે આખી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.