જૂનાગઢ મહાપાલિકા, 68 પાલિકા અને 3 તા.પં.ની કાલે મતગણતરી
જૂનાગઢ મહાનગરપાલિકામાં કંગાળ 44.32 ટકા મતદાન, 66 નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણીમાં 61.65 ટકા વોટિંગ
કુલ 5084 ઉમેદવારોનું ભાવિ ખૂલશે, પરિણામો અંગે સ્થાનિક સ્તરે ભારે ઉત્તેજના
ગુજરાતમા જુનાગઢ મહાનગર પાલિકા તથા 68 નગરપાલિકાઓ અને કઠલાલ, કપડવંજ તથા ગાંધીનગર તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણીઓ તથા કેટલીક નગર પાલિકા - તાલુકા પંચાયતોની ખાલી પડેલી બેઠકો ઉપર ગઇકાલે શાંતિપૂર્ણ વાતાવરણમા મતદાન સંપન્ન થયુ હતુ. જેમા જુનાગઢ મહાનગર પાલિકામા કંગાળ કહી શકાય તેવુ માત્ર 44.32 ટકા મતદાન નોંધાયુ છે.
જયારે 66 નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમા 61.65 ટકા અને બે નગરપાલિકાની મધ્યસત્ર ચૂંટણીમા પણ માત્ર 35.23 ટકા મતદાન થયૂ છે જયારે ત્રણ તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણીમા 65.07 ટકા તથા જિલ્લા પંચાયતોની 8 બેઠકોની પેટા ચૂંટણીમા 43.67 ટકા, નગરપાલીકાઓની 19 બેઠકોની પેટા ચૂંટણીમા 37.8પ ટકા તેમજ તાલુકા પંચાયતોની 76 બેઠકોની પેટા ચૂંટણીમા 57.01 ટકા મતદાન નોંધાયેલ છે. આ સાથે પાલિકા - મહાપાલિકા અને તાલુકા પંચાયતોની ચૂંટણી લડી રહેલા કુલ 5084 ઉમેદવારોનુ ભાવિ ઇવીએમમા કેદ થયુ છે હવે આવતીકાલ તા. 18 ના રોજ મંગળવારે સવારે 9 વાગ્યાથી મત ગણતરી હાથ ધરવામા આવનાર છે તે પૂર્વે પરિણામો અંગે લોકોમા ભારે ઉત્કંઠા પ્રવર્તી રહી છે.
મત ગણતરી માટે વહિવટી તંત્ર દ્વારા જે - તે સ્થળે તમામ વ્યવસ્થા પુર્ણ કરી લેવામા આવી છે ગઇકાલે સાંજે મતદાન પુર્ણ થયા બાદ ઇવીએમ સ્ટ્રોંગ રૂમમા સીલ કરાયા હતા. હવે આવતીકાલે સવારે મત ગણતરી સમયે જ સ્ટ્રોંગ રૂમના સિલ ખુલશે. મત ગણતરી કેન્દ્રો ઉપર ચુસ્ત સલામતી વ્યવસ્થા ગોઠવાઇ છે અને અધિકૃત વ્યકિત સિવાયના લોકોને પ્રવેશબંધી ફરમાવાઇ છે.
ગઇકાલે સવારથી રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન શરૂૂ થયું હતું. ગુજરાતમાં સવારે 7 વાગ્યાથી મતદાન ઊટખ દ્વારા શરુ કરવામાં આવ્યું હતું જે સાંજે 6 વાગ્યા સુધી ચાલ્યું હતું. ઉમેદવારોના ભાવી ઈવીએમમાં કેદ થઈ ગયા છે. 18 ફેબ્રુઆરી મંગળવાર 2025ના રોજ મતગણતરી કરાશે.
પાલિકા-પંચાયતનું આશરે 57 ટકા મતદાન થયું છે. વર્ષ 2018 કરતા વોટિંગમાં 8.4 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. મતદાન ઓછુ થવાના કારણે રાજકીય પક્ષો મૂંઝવણમાં મૂંકાયા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની 18 ફેબ્રુઆરીએ મતગણતરી યોજાશે. ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ જીતના દાવા કર્યા છે.
સુરેન્દ્રનગરના થાનગઢ, સાયલા, પંચમહાલના હાલોલ, પાટણના રાધનપુર, બીલીમોરા, જેતપુર, ઝાલોદ, ખેડા અને સોનગઢમા મતદાન દરમિયાન ઊટખમાં ખામી સર્જાઇ હતી. 15 મિનિટથી લઇ એક કલાક માટે મતદાન રોકી દેવાયું હતું. વારંવાર ઊટખ ખોટકાવાથી મતદારોમાં રોષ જોવા મળ્યો હતો. થાનગઢમાં મતદારો વિફરતા પોલીસ જવાનો બૂથ પર દોડી આવ્યા હતા. વલસાડની ધરમપુરમાં ત્રણ વોર્ડમાં ઊટખમાં ખામીનો આરોપ છે. વોર્ડ નંબર 1,3 અને 4માં ઊટખમાં ખામીનો કોંગ્રેસનો આરોપ છે. ઊટખનું બટન હાર્ડ હોવાની ફરિયાદ મળી હતી. કોંગ્રેસના આરોપ બાદ વોર્ડ નં 4માં ઊટખ બદલાયું હતું.