ગ્રામ પંચાયત ચૂંટણીની મતગણતરી શરૂ, રીબડામાં અનિરુદ્ધસિંહ જાડેજાના પુત્રની જીત
રાજ્યમાં આજે ગ્રામ પંચાયતની ચૂંટણીનું પરિણામ જાહેર થશે. સવારથી 9 વાગ્યાથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતગણતરી શરૂ થઈ છે.
3,541 ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી અને 353 ગ્રામ પંચાયતની પેટાચૂંટણીનું આજે પરિણામ જાહેર થશે.751 ગ્રામ પંચાયત અગાઉ જ બિનહરીફ જાહેર થઈ ચૂકી છે. રાજ્યભરમાં કુલ 3,656 સરપંચ પદ અને 16,224 સભ્યપદ માટે કોણ ચૂંટાઈ આવે છે તે આજના પરિણામથી જાહેર થશે.
22 જૂને રાજ્યભરમાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ હતી.. જેમાં સરેરાશ 70 ટકાથી વધુ મતદાન થયુ હતું.અંદાજે 81 લાખ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
રાજકોટ
ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામો આવવાનું શરૂ, ગોંડલ તાલુકાની રીબડા ગ્રામ પંચાયત ચૂંટણી વોર્ડ-8માં અનિરુદ્ધસિંહ જાડેજાના પુત્ર સત્યજિતસિંહ જાડેજાનો વિજય થયો છે. રીબડા ગામના વોર્ડ નંબર ૮ની પેટા ચૂંટણી યોજાઇ હતી. અનિરુદ્ધસિંહ જાડેજાના પિતા અને પૂર્વ ધારાસભ્ય મહિપતસિંહ જાડેજાના અવસાનથી આ સીટ ખાલી થઇ હતી. સત્યજીતસિંહ જાડેજા 77 મતથી વિજેતા બન્યા. હરીફ ઉમેદવાર રક્ષિત ખૂંટનો પરાજય થયો.