રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

નવી જંત્રીનું કાઉન્ટડાઉન શરૂ; વાંધા-સૂચનો મગાયા

01:19 PM Nov 21, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

મહાનગરોમાં 1ાાથી4 ગણો, અને ગ્રામિણ ક્ષેત્રમાં બેથી અઢી ગણા વધારાનો અંદાજ ગુજરાતમાં જંત્રી અંગે અત્યાર સુધીના સૌથી મહત્વના સમાચાર સામે આવ્યા છે. હવેથી વેબસાઈટ પર મુસદ્દારૂૂપ જંત્રીની સુવિધા ઓનલાઈન મુકવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ સંપાદનના કામે યોગ્ય વળતર ન મળવા અંગે ખેડૂતોએ જંત્રીના ભાવોમાં વધારો કરવા માટે કરેલી રજુઆતો અને વિવિધ સંગઠનો તથા સંસ્થાઓ તરફથી મળેલ રજુઆતોનો મુખ્યમંત્રીએ સકારાત્મક પ્રતિસાદ આપ્યો છે. ગ્રામ્ય અને શહેરી માટે જંત્રીના અલગ અલગ ભાવો જાહેર કરાયા છે. મુસદ્દારૂૂપ જંત્રી 2024 અને માર્ગદર્શિકા વેબસાઈટ પર મૂકાઈ છે. આગામી 30 દિવસ સૂચનો રજૂઆતો ઓનલાઈન કરી શકાશે. જંત્રી સંદર્ભે એપ્રિલથી નવેમ્બર 2023 સુધી ફિલ્ડ સર્વે કરાયું છે.

મહેસુલ વિભાગે એપિલ-2023માં જ વર્ષ ર011ની જંત્રીના દરો બમણા કર્યા હતા. જે હાલમાં અમલમાં છે. હવે પછી અમલમાં આવનારા સુચિત જંત્રીના ડ્રાફ્ટમાં એપિલ- 2023ના રેટના સાપેક્ષમાં સાત મહાનગરોમાં સરેરાશ દોઢથી ચારગણા રેટ વધારવામાં આવ્યા છે. જ્યારે ગામિણક્ષેત્રમાં આ વધારો બેથી અઢી ગણો હોવાનો પ્રાથમિક અંદાજ છે.

રાજ્યમાં થતાં ઝડપી વિકાસ અને ઔદ્યોગિક, શહેરી અને ગ્રામ્ય વિકાસ અને આર્થિક પ્રવૃત્તિઓને લીધે બદલાતી પરિસ્થિતિઓ તથા વિકાસને અવિરત વેગ મળતો રહે તેવા આશયથી નવી જંત્રી તા. 15-04-2023 થી અમલમાં છે. પરંતુ ખેડૂતોએ જંત્રીના ભાવોમાં વધારો કરવા માટે કરેલી રજુઆતો અને વિવિધ સંગઠનો તથા સંસ્થાઓ તરફથી મળેલ રજુઆતો ધ્યાને લઈને વ્યાપક જાહેર હિતમાં જમીનના ભાવોનું સરળીકરણ અને તર્કસંગતીકરણ કરી, વૈજ્ઞાનિક પધ્ધતિ અપનાવીને વાસ્તવિક ભાવો દર્શાવતી, જંત્રી તૈયાર કરવાના દિશા નિર્દેશો આપ્યા હતાં. આ સંદર્ભમાં વૈજ્ઞાનિક પાસાંને ધ્યાને લઈ મહદઅંશે એપ્રિલ-2023 થી નવેમ્બર-2023 સુધી તબક્કાવાર ફિલ્ડ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

ત્રણેક વર્ષથી જંત્રીના રેટમાં ફેરફાર કરવા માટે સર્વેક્ષણ અને જમીનની વિકાસ ક્ષમતા પર અસરકના આનુષંગીક પ્રવર્તમાન પરિબળોને વૈજ્ઞાનિક ઢબે અપનાવીને પ્રક્રિયાઓ ચાલી રહી હતી. જેમાં પહેલીવાર ચીડ આધારિત દર નિર્ધારણને બદલે શહેરી વિસ્તારોમાં વિકાસ ક્ષમતાને આધારે કુલ 23. 846 વેલ્યુઝોન અને ગામિણ ક્ષેત્રે 13,131 ગામોના ફિલ્ડ સર્વે થયો હતો. જેમાં ઔદ્યોગિકરણ, શહેરી અને ગામ વિકાસ, આર્થિક પ્રવૃતિઓને લીધે સતત બદલાતી પરિસ્થિતિને આધારે તૈયાર જંગી- 2024ના મુસદ્દામાં વર્ષ 2011ની જંત્રીના સાપેક્ષમાં સરેરાશ ચારથી નવ ગણા સુધીનો વધારો સુચવાયાનું અનુમાન છે.

વેબસાઈટ પર ઉપલબ્ધ ડ્રાફ્ટના પાથમિક આકલન મુજબ નવા રેટને કારણે ગુજરાતમાં અમદાવાદનો જૠ હાઈવે સિંધુ ભવન રોડ ઉપર સૌથી વધુ પતિ ચોરસ મીટરે રેટ સૂચવાયા છે. અલબત્ત અત્યં વિકસિત એવા છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના અનેક સર્વે નંબરમાં જંગી રેટમાં કોઈ પણ પ્રકારનો વધારો પણ થયો નથી : પ્રાપ્ત માહિતી અનુસાર 30 દિવસમાં વાપાં સુચનોને આપારે જિલ્લા કમિટીઓના પ્રથ્થકરણ અહેવાલો ભાદ રાજ્ય સરકાર સંભવત 1લી એપ્રિલ 2025થી નવી જેવી અમલમાં મુકી શકે તેમ છે.

આ મુસદ્દારૂૂપ જંત્રી (Annual Statement of Rates)- 2024 અને માર્ગદર્શિકા જાહેર જનતાના નિરિક્ષણ માટે https://garvi.gujarat.gov.in વેબસાઈટ તથા સંબંધિત નાયબ કલેક્ટર (સ્ટેમ્પ ડ્યુટી)ની કચેરી પર ઉપલબ્ધ રહેશે. તથા આ પોર્ટલ પર 30 દિવસમાં એટલે કે તા. 20-12-2024 સુધી ઓનલાઈન વાંધા-સુચન રજૂ કરી શકાશે.

બિનખેતી માટે એક સમાન 1.5 ટકાનો રેશિયો!
વર્ષ 2011ની જંત્રીમાં ગ્રામિણ વિસ્તારમાં બિનખેતીની જમીનનું આલકન કરવા અધિકાંશ સરકારી સેટેમ્પ રજિસ્ટ્રેશનના મૂલ્યાંકકાર અધિકારીઓ પક્ષકારોની પૃચ્છા કરીને ખેતીની જમીનની જંત્રીના બેથી 10 ગણા ભાવ ભરતા હતા. જેથી સંપાદન સહિતની પ્રકિયાઓમાં વિસંગતતા સર્જાતી હતી. આથી પ્રસ્તાવિત 2024ની જંત્રીમાં મુસદ્દામાં ગુજરાતના ગ્રામીણ ક્ષેત્રોમાં બિનેખેતીની જમીનના દસ્તાવેજના રજિસ્ટ્રેશનને તબક્કે એકસુત્રતા જળવાય તે ઉદ્દેશ્યથી ખેતીની જમીનના જંત્રીના 1.5 ગણા દર આકારવાનો નિર્ણય લેવાયો છે.

Tags :
gujaratgujarat newsJantriJantri news
Advertisement
Next Article
Advertisement