જૂનાગઢ જિલ્લાના વંથલી સહિતના પી એચ સી સેન્ટરના કાઉન્સેલર પ્રતિક પાઠક તથા લેબ.ટેક. જાગૃતિ બેન વડુકર સહિતના ઓફિસર દ્વારા "વર્લ્ડ હિપેટાઈડીસ ડે" કાર્યક્રમનું આયોજન
વંથલી . શાપુર . થાણાંપીપડી. અને કણજા ના પી.એચ.સી માં "વર્લ્ડ હિપેટાઈડીસ ડે"
વથંલી રેફરલ હોસ્પિટલ અને સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે "વર્લ્ડ હિપેટાઈડીસ ડે"સપ્તાહ ના ભાગરૂપે આઈ.સી.ટી.સી વિભાગ જૂનાગઢ જિલ્લા ના વથંલી સેન્ટર ના કાઉન્સેલર પ્રતિક પાઠક તથા લેબ.ટેક. જાગૃતિ બેન વડુકર દ્વારા ડિસ્ટ્રીક એડ્સ કંટ્રોલ ઓફીસર શ્રી ડૉ. વ્યાસ સાહેબ તથા દિશા ડાપકુ જૂનાગઢ ની સૂચના અન્વયે વથંલી સી.એચ.સી. અધક્ષકશ્રી ડૉ.પરમાર સાહેબ તેમજ મેડિકલ ઓફિસર ર્ડો . જેઠવા સાહેબ શ્રીના અધ્યક્ષ સ્થાને સામુહિક આરોગ્ય કેન્દ્રં વથંલી ખાતે "વર્લ્ડ હિપેટાઈડીસ ડે" " કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલ. જે કાર્યક્રમ અંતર્ગત હિપેટાઇટિસ વાયરસ ના પ્રકાર, તપાસ, નિદાન તથા કાળજી અંગે ની માહિતી આપવામાં આવી. હિપેટાઇટિસ બી.સી.ના લક્ષણો, કારણો અંગે સાથે સાથે એચ આઈ વી. તેમજ ટીબી.વિષે કાળજી અંગે નું માર્ગદર્શન તેમજ સગર્ભા મહિલાઓ ના એચ આઈ વી હિપેટાયટીસ પરીક્ષણ, આર પી આર.એસ ટી આઈ.તથા સગર્ભા માતાઓના વાઇરલ લોડ માટે જાગરૂકતા અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું.આ કાર્યક્રમ દરમ્યાન સગર્ભા મહિલાઓ તેમજ જનરલ પબ્લિક ના hiv,- hepatitis, RPR.STI.TB ના પરીક્ષણ, તેમજ નિદાન કરવામાં આવ્યા .