જસદણમાં આગના બે બનાવમાં કપાસ બળીને ખાખ
જસદણમાં કપાસ ના બે જંગી જથ્થા સળગવાના બે બનાવો બનતાં ભારે અફડાતડફી મચી જવા પામી હતી બુધવારે બપોરે જસદણ માર્કેટ યાર્ડના શેડમાં પડેલ વેપારીએ ખેડુત પાસે ખરીદ કરેલ કપાસના ઢગલામાં અચાનક આગ ભભુકી ઉઠતાં તાત્કાલિક ગોંડલ ફાયર ફાઈટર તથા સ્થાનિક જસદણ ફાયર ફાઈટર ના જવાનો પ્રતાપભાઈ સોલંકી અશોકભાઈ ભંડેરી મનોજભાઈ સખીયા મજીદભાઈ પરમાર ભાવેશભાઈ વાળા યોગેશભાઈ ગોંડલીયા રાજુભાઈ વાળા સહિત ટીમ દ્વારા સતત પાણીનો મારો ચલાવી ને આગપર કાબુ મેળવ્યો હતો આગજનીના બનાવમા કપાસનો જંગી જથ્થો નાશ પામ્યો હતો
જયારે બીજાં બનાવમાં જસદણના ગઢડીયા રોડ પર આવેલી શિવ શકિત જીનિંગમાં બહાર ગ્રાઉન્ડમાં રાખેલ કપાસના વિશાળ જથ્થામાં અચાનક આગ લાગી હતી જેમાં હજારો મણ કપાસનો જથ્થો બળીને ભસ્મ થઈ ગયો હતો આ આગ એટલી ભયાનક હતી કે સ્થાનિક અને આજુબાજુના લોકોનો સતત પાણીનો મારો અને જસદણ નગરપાલિકાના બે ગોંડલનું એક અગ્નિશમનના જવાનોએ સતત પાણીનો મારો ચલાવ્યો છતાં આગ સાડા ચાર કલાકે કાબુમાં આવી ત્યારે હજજારો મણ કપાસ આગમાં નાશ પામ્યો હતો જસદણમાં આગના બે બનાવોમાં ભારે અફડાતફડી મચી જવા પામી હતી.