For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

આંગણવાડીનું ભાડું અને બાળકોના નાસ્તાનો ખર્ચ કર્મચારીઓ માથે

11:28 AM Jul 11, 2024 IST | Bhumika
આંગણવાડીનું ભાડું અને બાળકોના નાસ્તાનો ખર્ચ કર્મચારીઓ માથે
Advertisement

ધોરાજી આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા રાજ્ય સરકારના મંત્રીને સંબોધીને ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું ધોરાજી શહેર અને તાલુકા ને 124 આંગણવાડી ની બહેનો તેમજ હેલ્પર વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી છે ધોરાજી ડેપ્યુટી કલેક્ટર કચેરી ખાતે ભારે સુત્રોચાર પોકારેલા હતા અને રાજ્યના મહિલા મંત્રી ભાનુબેન બાબરિયાના સંબોધીને ડેપ્યુટી કલેકટર મારફત આવેદનપત્ર પાઠવ્યું હતું જેમાં ધોરાજી શહેર અને તાલુકા આંગણવાડી ના મહિલા ચેતનાબેન જાગાણી જ્યોતિબેન ભટ્ટ ભાવનાબેન ગોવાણી વિગેરે મહિલાઓએ પોતાની વેદના ઠાલવતા જણાવેલ કે ગુજરાતની એક લાખ આંગણવાડી વર્કર હેલ્પર બહેનો ગુજરાત સરકારની તમામ યોજનાઓને ગ્રામ્ય સ્તર સુધી અમોમાં મુકવા માટે સતત કામગીરી બજાવે છે.

કેન્દ્ર સરકારનો આ પ્રોજેકટ છે છતાં કેન્દ્ર સરકાર ઘ્વારા 2018 પછી કોઈજ માનદ વેતનમાં વધારો કરાયોનથી. તે પરત્વે એક લાખ આંગણવાડી બહેનોમાં ભારે રોષ છે. જેની અલગથી કેન્દ્ર સરકારને રજુઆત કરાયેલ છે. રાજય સરકાર તરફથી પણ કેન્દ્ર સરકારને દરખાસ્ત કરવામાં આવી છે.

Advertisement

ગુજરાત સરકાર ધ્વારા 2023 માં શ્રમજીવીઓના લઘુતમ વેતનમાં વધારો જાહેર કરેલ છે.જે રૂા.496/દૈનિક વેતન કરેલ છે.આંગણવાડી વર્કર હેલ્પરને લઘુતમ વેતન આપવુ જોઈએ. ત્રણ માસનાં આંદલન બાદ પણ સરકારે માંગણીઓનો ઉકેલ લાવેલ નથી. ત્રણ માસના પગાર વધારા ઉપરાંત ઉકેલી શકાય તેવી માંગણીઓ પણ રજુ કરી હતી. તે પૈકી એક પણ માંગણી ઉકેલાઈ નથી.

અંતમાં ચેતનાબેન જાગાણી એ જણાવેલ કે અમારી આંગણવાડીની બહેનોને જે જગ્યાએ મકાન ભાડે રાખીએ છીએ મકાનનું ભાડું હાલમાં પોસાય તેમ નથી માત્ર 2000 રૂપિયા સરકાર મકાનનો ભાડું આપે છે અને ભાડું પણ આંગણવાડીની બહેનો ભરે છે સરકાર સમય છે ભાડું ચૂકવતી નથી તેમ જ બાળકોને જે નાસ્તો કરવામાં આવે છે તે નાસ્તાની વસ્તુઓ અને મસાલા અમે અમારા ખર્ચે લઈએ છીએ અને ત્રણથી ચાર મહિના પાંચ મહિના સુધી સરકાર એ પણ પૈસા અમારા બિલ પેટે ચૂકવતા નથી આ બાબતે અમારી માગણી છે કે સમયસર અને એડવાન્સ પૈસા ચૂકવે તેવી પણ આવેદનપત્રમાં માગણી કરી હતી.
(તસવીર : રમણિકભાઈ ટોપિયા)

Advertisement
Tags :
Advertisement
Advertisement