For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ફાયર સેફ્ટીના નામે થયેલા ભ્રષ્ટાચારનો થશે પર્દાફાશ

12:13 PM Oct 02, 2024 IST | Bhumika
ફાયર સેફ્ટીના નામે થયેલા ભ્રષ્ટાચારનો થશે પર્દાફાશ
Advertisement

રાજકોટ અગ્નિકાંડ ભોગ બનેલાં હતભાગીઓના પરિવારજનોને તો કાયમ માટે પકાળા દિવસથ તરીકે યાદ રહી જ ગયો છે, સાથેસાથે આ અગ્નિકાંડ બાદ અધિકારીઓ અને કર્મચારીઓ પર જે પવીજળીથ પડી છે તેને કારણે તેઓને પણ આ કાંડ કાયમ યાદ રહી જશે. અમુકને તો પનાનીથ યાદ આવી ગઈ છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડની સુનાવણીઓ હાઈકોર્ટમાં આજની તારીખે ચાલુ છે.

દરમિયાન, ગત્ સુનાવણીમાં વડી અદાલતે સરકારના તથા સરકારની ફેક્ટ ફાઈન્ડિંગ કમિટીના રીતસર
પછોતરાંથ કાઢ્યા. અને, વડી અદાલતે જામનગર સહિતની સમગ્ર રાજ્યની મહાનગરપાલિકાઓના કમિશનરોને પણ પઘરલેશનથ આપી દીધું છે. જામનગરના કમિશનર વડી અદાલતમાં જમા કરાવવા આ રિપોર્ટ તૈયાર કરશે ત્યારે કોર્પોરેશનનો ફાયર સેફટી અને બીયુ પરમિશન સંબંધિત ભ્રષ્ટાચાર બહાર આવી જશે, કેમ કે રાજકોટ અગ્નિકાંડ બાદ જામનગરમાં તંત્રએ જે કવાયતો આદરેલી અને પછી એ અંગેની અખબારી યાદીઓ જાહેર થતી બંધ થઈ ત્યાં સુધીમાં મહાનગર સેવા સદનમાં કંઈ રંધાયું કે કેમ ? અને, શું શું રંધાયું ? તેની વિગતો હવે ખોતરાશે. કેમ કે, વડી અદાલતે બધી જ મહાનગરપાલિકાઓના કમિશનરોને ફાયર સેફટી સંબંધિત લેટેસ્ટ રિપોર્ટ તૈયાર કરવા નિર્દેશ આપ્યો છે.

Advertisement

ગુજરાત હાઇકોર્ટે રાજ્યની મહાનગરપાલિકાઓમાં ફાયર સેફ્ટીના નામે થતા ભ્રષ્ટાચાર પર ગંભીર નજર રાખી છે. ખાસ કરીને, જામનગર મહાનગરપાલિકામાં ફાયર સંબંધિત તમામ પ્રકારની તૈયારીઓ અને કામગીરી અંગે વિગતવાર માહિતી માંગવામાં આવી છે. આ આદેશથી શહેરમાં ફાયર સેફ્ટીના નામે ચાલતા ભ્રષ્ટાચારના કારનામા સામે આવવાની શક્યતા વધી ગઈ છે.

કોર્ટે મહાનગરપાલિકાના કમિશનરને ફાયર સેફ્ટી માટેની તમામ જરૂૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓ, ફાયર ફાઇટિંગના સાધનો, ફાયર સ્ટેશનની સંખ્યા, ફાયર ફાઇટર્સની ભરતી અને તેમની તાલીમ જેવી વિગતો રજૂ કરવા આદેશ આપ્યો છે. આ ઉપરાંત, ફાયર એનઓસી અને બિલ્ડિંગ યુઝ પરમિટ આપવાની પ્રક્રિયા અને તેમાં થતા વિલંબ સંબંધિત તમામ માહિતી પણ માંગવામાં આવી છે.

રાજકોટમાં થયેલા એક મોટા અગ્નિકાંડ પછી આ મુદ્દે હાઇકોર્ટ સક્રિય થઈ છે. આ ઘટના બાદ જામનગર મહાનગરપાલિકાએ પણ ફાયર સેફ્ટીના નિયમોનું પાલન કરાવવા માટે કાર્યવાહી શરૂૂ કરી હતી. જોકે, આ કાર્યવાહી પાછળ ભ્રષ્ટાચાર થવાની શંકા વ્યક્ત થઈ હતી. હાઇકોર્ટનો આ આદેશ આ શંકાઓને વધુ મજબૂત બનાવે છે. કોર્ટનો આ આદેશ રાજકોટના પૂર્વ કમિશનરો માટે પણ મુશ્કેલી ઉભી કરી શકે છે. કારણ કે, રાજકોટમાં થયેલા અગ્નિકાંડમાં તેમની ભૂમિકા પર સવાલ ઉઠ્યા હતા. હવે કોર્ટની તપાસમાં તેમની ભૂમિકાની પણ તપાસ થઈ શકે છે.હાઇકોર્ટનો આ આદેશ જામનગર સહિત રાજ્યની મહાનગરપાલિકાઓમાં ફાયર સેફ્ટીની સ્થિતિમાં સુધારો લાવવાનું એક મહત્વનું પગલું છે. આ સાથે જ, આ આદેશથી ભ્રષ્ટાચાર કરનારાઓને પણ સજા મળશે. હવે આગામી દિવસોમાં જામનગર મહાનગરપાલિકાએ હાઇકોર્ટમાં માહિતી રજૂ કરવાની રહેશે. કોર્ટ આ માહિતીના આધારે આગળની કાર્યવાહી કરશે. આ મામલે કોર્ટ શું નિર્ણય આપે છે તે જોવું રહ્યું.

Advertisement
Tags :
Advertisement
Advertisement