કોર્પોરેશનમાં ભ્રષ્ટાચાર; પીપરિયા અને રામભાઈ વચ્ચે સટાસટી
આક્ષેપોની સામસામી બેટીંગ, રામભાઈએ બેંકના ભ્રષ્ટાચાર યાદ કરાવ્યા તો પીપરિયાએ કોર્પોરેશનના કટકીબાજોની પોલ ખોલી
રાજકોટ શહેરમાં ભાંગેલા રસ્તા અને આડેધડ ખોદકામ તથા મહાનગર પાલિકામાં ચાલતા ઉઘાડા ભ્રષ્ટાચારના તિખારા હવે ભડકાનું સ્વરૂપ ધારણ કરી રહ્યાં છે. સામાન્ય નાગરિકોથી માંડી આગેવ્નો પણ મહાનગરપાલિકાના ભ્રષ્ટાચાર સામે આંગળીઓ ઉઠાવવા લાગ્યા છે. સહકારી ક્ષેત્રે જામેલા ખેલાડી પુરૂષોત્તમપીપરીયાએ કોર્પોરેશનના ભ્રષ્ટાચાર સામે અંગુલી નિર્દેશ કરતાં સોશિયલ મીડિયામાં સાંસદ રામભાઈ મોકરીયા તથા પુરૂષોત્તમ પીપરીયા વચ્ચે તણખા ઝર્યા હતાં.
સોશિયલ મીડિયામાં પરસોતમ પીપળીયાએ એક પોસ્ટ મૂકી હતી જેમાં તેમણે કોર્પોરેશનના કોઈ અદાધિકારીને કટકીખોર કહી ઉચ્ચાર્યા હતા અને એ પોસ્ટમાં જણાવ્યું હતું કે કોઈ કટ્ટીખોર કોર્પોરેશનના પદાધિકારીએ રાજકોટના પંચવટી સોસાયટીમાં પાંચ કરોડ પચાસ લાખની મિલકત ખરીદી છે.
પરસોતમભાઈ પીપળીયા એ જે પોસ્ટ સોશિયલ મીડિયા ની અંદર વાયરલ કરી તેમાં રામભાઈ મોકરીયા એ પણ વળતો જવાબ આપ્યો હતો અને પરસોત્તમ પીપરીયાની બેંકના કૌભાંડો અંગે પોસ્ટ કરી હતી. જેના પગલે વિવાદ આગળ વધ્યો હતો.
પરસોત્તમભાઈ પીપરીયાએ રામભાઈને સંબોધીને લખેલી પોસ્ટમાં સ્પષ્ટ જણાવ્યું છે કે, આપના પક્ષમાં કોણ કૌભાંડીયા છે તે આપ સારી રીતે જાણો છો, મારા મોંમાં આંગળ ઘાલવાનું રહેવા દો, આપ અણીશુધ્ધ પ્રમાણીક છો પરંતુ ઉચ્ચ અધિકારી કટકીનો બેતાજ બાદશાહ કોર્પોરેટર કે જેનો રેકોર્ડ સૌથી ઓછા બોલ (સમય)માં લાંચની સદીઓ ફટકારવાનો છે કે, જે સબ જમીન ઠાકોરની માનનારો છે તે આપ અને આખુ રાજકોટ જાણે છે.