રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

અમરેલી જિલ્લામાં સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં ભ્રષ્ટાચાર; ખુદ ભાજપના નેતાએ પત્ર લખીને તપાસની માંગ કરી

11:47 AM Oct 03, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

અમરેલી જિલ્લામાં સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં ભ્રષ્ટાચારને લઈને ફરિયાદ સામે આવી છે. અમરેલીના સાવરકુંડલા શહેર ભાજપના પૂર્વ મહામંત્રી રામદેવસિંહ ગોહિલે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં થઈ રહેલા ભ્રષ્ટાચારને લઈને પત્ર લખ્યો છે. રામદેવસિંહે પત્ર લખી આરોપ લગાવ્યો છે કે, અંદાજિત 24 કરોડના ખર્ચે તૈયાર થતાં સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં સાવ હલકી ગુણવત્તાનું મટિરિયલ વાપરવામાં આવી રહ્યો છે. ગોહિલે લેખિતમાં પત્ર લખી અંકિતા ક્ધસ્ટ્રક્શન કંપની દ્વારા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટના કામમાં અતિશય ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે તેવો આરોપ લગાવ્યો છે. આ મામલે રામદેવસિંહ ગોહિલે લેખિત ફરિયાદ કરી તપાસની માગ કરી છે.

ગોહિલે પત્રમાં આરોપ લગાવ્યો છે કે, પસાવરકુંડલા શહેરમાં GUDC અંતર્ગત વર્ષ 2012-13 માં અંકિતા ક્ધસ્ટ્રક્શન દ્વારા ગટર લાઈનનું કામ કરવામાં આવ્યું હતું. જેમાં કરોડો રૂૂપિયાનો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે. હાલમાં સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું કામ ચાલી રહ્યું છે અને તેમાં GUDCના જવાબદાર અધિકારી ભાવેશ ખેતાણીની ખાનગીમાં ભાગીદારી છે. પત્રમાં આરોપ લગાવાયો છે કે, સાવરકુંડલામાં ગુજરાત અર્બન ડેવલોપમેન્ટ કંપની લિમિટેડ અંતર્ગત અંકિતા ક્ધસ્ટ્રક્શન કંપની દ્વારા હાલમાં સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું કામ ચાલી રહ્યું છે તે ટેન્ડર મુજબ થઇ રહ્યું નથી. ટેન્ડેરમાં દર્શાવ્યું તેના કરતાં ઓછું અને હલકી ગુણવત્તાનું મટિરિયલ વાપરવામાં આવી રહ્યું છે. જેના લીધે ભવિષ્યમાં સ્લેબ અને કોલમ તૂટવાની સંભાવના છે.

સરકારના કરોડો રૂૂપિયાનો ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે. આ સિવાય કોન્ક્રીટની મજબૂતી માટે નિયત ટકાવારી મુજબ કેમિકલ વાપરવાનું હોય તે પણ વપરાતું નથી. આડેધડ મનફાવે તેમ કામ કરવામાં આવ્યું હોવાથી નીચે ક્રોન્ક્રીટમાં સ્ટીલ દેખાવવા લાગ્યું છે. આ ઉપરાંત હલકી ગુણવત્તાના સ્ટીલનો ઉપયોગ કર્યો હોવાથી ભવિષ્યમાં કોલમ તૂટી જવાનો ભય છે. આ જઝઙના કામમાં ટેન્ડર મુજબ કોન્ક્રીટ બનાવવા માટે બેચિંગ પ્લાન્ટનો ઉપયોગ કરવાનો હોય છે, પરંતુ અંકિતા ક્ધસ્ટ્રકશન કંપની દ્વારા નબળા કામનો રેકોર્ડ તોડવો હોય એમ એજન્સી દ્વારા મિક્ચર મશીન અને મજૂરો દ્વારા હાથથી કોન્ક્રીટ મિક્સ કરી તેનો ઉપયોગ કરે છે. જે અતી ગંભીર બાબત છે, તેમાં વજન પ્રમાણે કપચી,સિમેન્ટ,રેતી અને પાણી મિક્સ કરવાને બદલે આડેધડ મટીરીયલ નાખી ગુણવત્તા વગરનું કામ કરી રહ્યા છે.

Tags :
amreliamreli newsgujaratgujarat news
Advertisement
Next Article
Advertisement