કોરોનાના વળતા પાણી, વધુ 3 પોઝિટિવ દર્દીઓ નોંધાયા
જામનગર શહેર માં કોરોના ના દરરોજ કેસ નોંધાઇ રહ્યા છે. જો કે ગતિ આજે નબળી પડી હતી અને ત્રણ કેસ નોંધાયા હતા . જ્યારે ગ્રામ્ય વિસ્તાર કોઈ કેસ નોંધાયા નથી. શહેર વિસ્તાર ના 39 દર્દીઓ ને હોમ આઇસોલેસન માં રાખવામાં આવ્યાં છે. જ્યારે એક દર્દી ને હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા તેને પણ હોસ્પિટલ માંથી રજા છે.આમ શહેર માં હાલ ની સ્થિત એ કુલ 47 એક્ટિવ કેસ છે.જ્યારે ગ્રામ્ય વિસ્તાર માં 5 એક્ટિવ કેસ છે .
જામનગર શહેર માં કોરોના ના કેસ ની સંખ્યા માં હવે ઘટાડો નોંધાઈ રહ્યો છે. જામનગર ના શહેરી વિસ્તાર માં છેલ્લા.બે દિવસ થી કેસ માં મંદ ગતિ જોવા મળતાં રાહત થઈ છે.આજે વધુ ત્રણ કેસ નોંધાયા છે. જેમાં ગવર્મેન્ટ કોલોની માં રહેતો 20 વર્ષ નો યુવાન , માધવનાગ - 1 ના 37 વર્ષ ના પુરુષ અને સત્યમ કોલોની વિસ્તાર ના 70 વર્ષ ના મહિલા નો સમાવેશ થાય છે. આજે 11 દર્દી ને.કોરોના મુકત જાહેર કરવામાં આવ્યા હતા.જ્યારે એક દર્દી હોસ્પિટલ માં દાખલ હતા, તેમને પણ રજા આપી દેવા આવી છે. જામનગર શહેર માં આજ ની સ્થિતિ એ કુલ 39 એક્ટિવ કેસ છે. જ્યારે જામનગર ગ્રામ્ય વિસ્તાર મા આજે કોઈ કેસ નોંધાયો નથી . ગ્રામ્ય વિસ્તામાં હાલ ની સ્થિતિ એ કુલ પાંચ એક્ટિવ કેસ છે.