કોરોના વાયરસનો ફરી એકવાર કહેર!! અમદાવાદમાં એક જ દિવસમાં કોરોનાના 20 કેસ નોંધાયા
રાજ્યમાં ફરી એકવાર કોરોના વાયરસનો કહેર શરૂ થયો હોય તેવી સ્થિતિ બની છે. દિવસે ને દિવસે કોરોના કેસોમાં સતત વધારો થઇ રહ્ય છે. આ દરમિયાન અમદાવાદમાં એક જ દિવસમાં કોરોનાના 20 કેસ નોંધાયા છે. અત્યારે કોરોનાના કુલ 31 એક્ટિવ કેસ છે. આજે સવારે બનાસકાંઠા જિલ્લામાં પણ એક બાળકીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
અમદાવાદમાં એક જ દિવસમાં 20 કોરોના કેસ સામે નોંધાતા ચિંતાજનક સ્થિતિ બની છે. આ કોરોનાના દર્દીઓમાં સામાન્ય તાવ, કફ અને શરદીના લક્ષણો જોવા મળ્યા છે. અત્યારે કોરોનાના કુલ 31 એક્ટિવ કેસ છે. આ તરફ આરોગ્ય વિભાગ દ્વારા પણ કોરોના સામે લડવા કવાયત શરૂ કરી દેવાઈ છે.
રાજકોટમાં પણ લાંબા ગાળા બાદ કોરોનાનો કેસ નોંધાયો છે. ન્યૂ ઓમનગર વિસ્તારમાં 43 વર્ષીય પુરુષનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. હાલ દર્દીને હોમ આઇસોલેટ કરાયો છે.
ગુજરાતમાં વકરી રહેલા કોરોનાને લઇ આરોગ્ય વિભાગ સક્રિય થઈ ગયો છે. ગુજરાતની હોસ્પિટલોમાં આઇસોલેશન વોર્ડ તૈયાર કરાઈ રહ્યા છે તો ઓક્સિજન ટેન્ક, પીપીઇ કિટ, વેન્ટિલેટર, દવાઓ સહિતની વ્યવસ્થા ઊભી કરાઈ રહી છે.