કોરોનામાં ફરી ઉછાળો, આજે વધુ 9 પોઝિટિવ કેસ નોંધાયા
આજ સુધીમાં 187 કેસ નોંધાયા, 133 દર્દી સાજા થયા, 54 હાલ સારવાર હેઠળ
રાજકોટ શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો હતો પરંતુ વરસાદ આવતા જ ફરી કોરોનાના કેસમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. આજે નવા 9 પોઝિટિવ કેસ નોંધાતા કુલ કેસનો આંકડો 187અ ેપહોંચ્યો છે. અત્યાર સુધીમાં 133 દર્દી સાજા થયા છે અને 54 દર્દીને હોમઆઈસોલેટ કરી સારવાર આપવામાં આવી રહી છે. તેમ આરોગ્ય વિભાગે જણાવ્યું હતું.
આરોગ્ય વિભાગે સત્તાવાર યાદી મુજબ આજે શહેરમાં વધુ 9 કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા હતાં. જેમાં વોર્ડ નં. 4 બેડીપરા પુરુષ ઉ.વ.29, વોર્ડ નં. 8 સિલ્વર એવન્યુ સોસાયટી પુરુષ ઉ.વ. 22 તથા લક્ષ્મીનગર મહિલા ઉ.વ. 34 તથા પંચવટી સોસાયટી પુરુષ ઉ.વ. 59, વોર્ડ નં. 17 સુભાસનગર પુરુષ ઉ.વ. 47, વોર્ડ નં. 12 ગોવર્ધન ચોક મહિલા ઉ.વ. 28, વોર્ડ નં. 9 મીરાનગર પુરુષ ઉ.વ.20, વોર્ડ નં. 3 પરસાણા નગર પુરુષ ઉ.વ. 30, વોર્ડ નં. 13 પંચશીલ સોસાયટી વૃદ્ધ ઉ.વ. 90 સહિતના નવ કેસ નોંધાયા છે. નોંધાયેલા તમામ દર્દીઓએ કોરોના વેક્સિનના ડોઝ લઈ લીધા હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું હતું. જ્યારે વોર્ડ નં. 4 ના બેડીપરાના પુરુષ તેમજ વોર્ડ નં. 8 સિલ્વર એવન્યુ સોસાયટી પુરુષ અને વોર્ડ નં. 12 ગોવર્ધન ચોક મહિલાની ટ્રાવેલ્સ હિસ્ટ્રી જામનગર, દુબઈ અને અજરબાઈજાન અને વોર્ડ નં. 8માં પંચવટી સોસાયટીની પુરુષની હિસ્ટ્રી વલસાડ હોવાનું હાલ તમામ દર્દીઓની સ્થિતિ સ્ટ્રેબલ હોવાનું જણાવ્યું હતું.