કોરોના સ્થિર, એક બાળક સહિત વધુ 6 દર્દી, કુલ આંકડો 200ને પાર
અત્યાર સુધીમાં 156 દર્દી સાજા થયા, હોમઆઈસોલેટ થયેલ 45 દર્દી સારવારમાં
શહેરમાં કોરોનાએ સ્થિરતા પકડી હોય તેમ હવે દરરોજ 5 થી 6 કેસ આવી રહ્યા છે. જેમાં આજરોજ એક 13 વર્ષના બાળક સહિત વધુ 6 પોઝિટિવ કેસ નોંધાતા આજસુધીનો કુલ કેસનો આંકડો 201 પર પહોંચ્યો છે. રિકવરી રેટ વધતા અત્યાર સુધીમાં 156 દર્દીઓ સાજા થયા છે. જ્યારે હોમ આઈસોલેટ થયેલ 45 દર્દીઓ સારવાર માટે હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું હતું.
આરોગ્ય વિભાગની સત્તાવાર યાદી મુજબ આજે એક બાળક સહિત વધુ 6 કોરોના સંક્રમીત થાય છે. જે તમામને હોમ આઈસોલેટ કરી સારવાર આપવામાં આવી રહી છે. આજે નોંધાયેલા કેસમાં વોર્ડ નં. 3 રેલનગર પુરુષ ઉ.વ. 39, વોર્ડ નં. 6 મેહુલ નગર પુરુષ ઉ.વ. 31, વોર્ડ નં. 8 સરસ્વતિ સોસાયટી મહિલા ઉ.વ. 34, વોર્ડ નં. 12 ગૌતમ બુદ્ધ નગર બાળક ઉ.વ. 13, વોર્ડ નં. 10 રૈયાનાકા ટાવર પાસે બે કેસ આવ્યા છે જેમાં પુરુષ ઉ.વ. 26 અને મહિલા ઉ.વ. 55 સહિત છ કેસ નવા નોંધાયા છે. બાળક સિવાય બાકીના તમામ દર્દીઓએ વેક્સિનેશન કોર્સ પુર્ણ કરેલ છે. તેમજ આવેલા તમામ કેસની ટ્રાવેલ્સ હિસ્ટ્રી ન હોવાથી લોકલ સંક્રમણનો ભોગ બન્યા છે. હાલ તમામ છ દર્દીઓને હોમ આઈસોલેટ કરી સારવાર આપવામાં આવી રહી છે. અને તેઓની સ્થિતિ સ્ટ્રેબલ હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું છે.
કોરોનાના કેસમાં હાલ ઘટાડો જોવા મળી રહ્યો છે. છતાં વરસાદી વાતાવરણના કારણે શરદી-તાવ, ઉધરસના કેસમાં વધારો થતાં કોરોનાના કેસ વધવાની સંભાવના જોવાઈ રહી છે. ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવા લોકોને અનુરોધ કરવામાં આવ્યો છે.