ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

કોરોના તમામ વોર્ડમાં ફેલાયો એક મહિલા સહિત 7 નવા પોઝિટિવ કેસ

05:37 PM Jun 05, 2025 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

કુલ કેસ 68, 25 દર્દી સાજા થયા, 43 હોમઆઈસોલેટ હેઠળ સારવારમાં

Advertisement

શહેરમાં કોરોનાના કેસમાં ધીમે ધીમે વધારો થતો જાય છે. છેલ્લા 17 દિવસમાં આવેલા કોરોનાના કેસ પૈકી અમુક વોર્ડમાં કેસ જીરો હતાં તેમાં પણ હવે પગપેસારો કરતા તમામ વોર્ડ માંથી લોકલ સંક્રમણના લીધે કોરોનામાં સતત વધારો નોંધાયો છે. આજે એક મહિલા સહિત વધુ સાત નવા પોઝેટીવ કેસ નોંધાતા કુલ કેસનો આંકડો 68 પર પહોંચ્યો છે. જે પૈકી 25 દર્દી સાજા થતાં તેમને હોમ આઈસોલેટ માંથી મુક્તિ અપાઈ છે. ત્યારે 43 દર્દી સારવાર હેઠળ હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું હતું.

શહેરમાં બાકી રહી ગયેલા વોર્ડમાં પણ કોરોનાએ એન્ટ્રી કરી છે. આજે વધુ સાત નવા પોઝેટીવ કેસ નોંધાયા હતાં. જેમાં વોર્ડ નં. 2 મારૂતી નગર પુરુષ ઉ.વ. 83, વોર્ડ નં. 11 અંબીકા ટાઉન શીપ મહિલા ઉ.વ.63,વોર્ડ નં. 9 ગણેશ પાર્ક પુરુષ ઉ.વ. 35, વોર્ડ નં. 3 સંતોષીનગર યુવાન ઉ.વ.24, વોર્ડ નં. 8 ભક્તિનગર સોસાયટી પુરુષ ઉ.વ. 80 અને રાજહંશ સોસાયટી પુરુષ ઉ.વ. 30 તથા વોર્ડ નં. 2 માં રેસકોર્સ રોડ ઉપર પુરુષ ઉ.વ. 45 સહિત સાત નવા કેસ નોંધાયા છે. આ તમામ દર્દીઓએ વેક્સિનેશનનો સંપૂર્ણ કોર્સ કરેલો હોવાનું તેમજ વોર્ડ નં. 2ના પુરુષ દર્દીની ધરમપુર તથા વોર્ડ નં. 11ના મહિલા દર્દીની નાથદ્વારા તથા વોર્ડ નં. 8 ના પુરુષ દર્દીની રાજસ્થાન અને વોર્ડ નં. 2ના પુરુષ દર્દીની ટ્રાવેલ્સ હિસ્ટ્રી અમદાવાદ આવી છે. હાલ તમામ દર્દીઓને હોમઆઈસોલેટ કરી સારવાર આપવામાં આવી રહી છે. અને તેમની સ્થિતિ સ્ટ્રેબલ હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યુ ંહતું. આજ સુધીમાં શહેરમાં 68 કોરોનાના કેસ સામે 25 દર્દી સાજા થયા છે. 43 સારવાર હેઠળ હોવાનું જાણવા મળેલ છે.

Tags :
coronacorona casegujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Advertisement