શહેરમાં કોરોનાનો પગ પેસારો એક જ દી’માં 7 પોઝિટિવ કેસ
જામનગર શહેરમાં કોરોનેએ ફરીથી માથું ઊંચક્યું છે, અને એક જ પરિવારના ચાર સહિત આજે વધુ નવા 7 કેસ નોંધાયા છે.
જામનગર શહેરના કામદાર કોલોની વિસ્તારમાં એક જ પરિવારના ચ4 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેમાં ત્રણ સ્ત્રી અને એક પુરુષ સહિત ચાર પોઝિટિવ કેસ જોવા મળ્યા છે. અને ચારેય ને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત પાર્ક કોલોની વિસ્તારમાં એક પુરુષ નો પોઝિટિવ કેસ આવ્યો છે. ઘાચીની ખડકી વિસ્તારમાં એક મહિલાનો તેમજ ગરીબ નગર વિસ્તારમાં એક મહિલાનો પોઝિટિવ કેસ સામે આવ્યો છે.
અને તમામ ને હોમ આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત શનિ-રવિના બે દિવસો દરમિયાન વધુ બે મહિલાના પોઝિટિવ કેસ જોવા મળ્યા હતા, અને તેઓને પણ હોમ આઇશોલેશનમાં રાખવામાં આવ્યા છે. જામનગર શહેરમાં સાત મહિલા અને ત્રણ પુરુષ સહિત 10 એક્ટિવ પોઝિટિવ કેસ છે, અને તમામ આઈસોલેશન માં છે. જે તમામના પરિવારના સેમ્પલો લેવામાં આવી રહ્યા છે. મહાનગરપાલિકાના આરોગ્ય તંત્ર દ્વારા દોડધામ કરાઈ રહી છે.