દરેક વોર્ડમાં કોરોના ફેલાયો, નવા 9 પોઝિટિવ કેસ
એક્ટિવ કેસ 56, કુલ આંકડો 133એ પહોંચ્યો, 77 દર્દીઓ સાજા થતાં રજા અપાઈ
શહેરના દરેક વોર્ડમાં આવેલ કોરોનાનું સંક્રમણ ફેલાવા લાગ્યું છે. જેના લીધે આજે નવ વોર્ડમાં એક-એક કેસ નોંધાતા કુલ નવા નવ પોઝિટિવ કેસ નોંધાયા હતાં. જેના લીધે કેસનો આંકડો 133એ પહોંચ્યું છે. અત્યાર સુધી કોરોનાગ્રસ્ત થયેલા દર્દીઓ પૈકી 77 સાજા થતાં તેમને હોમઆઈસોલેટમાંથી મુક્તિ આપવામાં આવી છે. જ્યારે હાલ એક ઓક્સિજન ઉપર અને બાકીના 55 દર્દીઓ પોતાના ઘરે સારવાર લઈ રહ્યાનું આરોગ્ય વિભાગે જણાવ્યું છે.
આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ શહેરના અલગ અલગ નવ વોર્ડમાંથી આજે નવા નવ કેસ આવ્યા છે. આ તમામ દર્દી પૈકી વોર્ડ નં. 13માં વિનય સોસાયટીના પુરુષ દર્દીની ટ્રાવેલ્સ હિસ્ટ્રી મનાલી હોવાનું જાણવા મળેલ છે. જ્યારે વોર્ડ નં. 10માં બાલમુકુંદ પ્લોટ પુરુષ ઉ.વ. 63, વોર્ડ નં. 11 બીગબજાર સામે મહિલા ઉ.વ. 57, વોર્ડ નં. 14 ગુંદાવાડી પુરુષ ઉ.વ. 24, વોર્ડ નં. 10 તોરલ પાર્ક મહિલા ઉ.વ. 39, વોર્ડ નં. 8 ઈન્દ્રપ્રસ્થ નગર પુરુષ ઉ.વ. 36, વોર્ડ નં. 9 સોમનાથ સોસાયટી પુરુષ ઉ.વ. 70, વોર્ડ નં. 11 નાનામૌવા સર્કલ પુરુષ ઉ.વ. 50, વોર્ડ નં. 13 વિનય સોસાયટી પુરુષ ઉ.વ. 59 અને વોર્ડ નં.3 માં કોઠી કમ્પાઉન્ડમાં પુરુષ ઉ.વ. 33 સહિત કુલ નવા નવ કેસ નોંધાયા છે. આ તમામ દર્દીઓએ વેક્સિનેશનના બે અને ત્રણ ડોઝ લીધેલા હોવાનું જાણવા મળ્યું છે.
રાજકોટમાં આજે આવેલા વધુ નવ પોઝિટિવ કેસના લીધે છેલ્લા 26 દિવસ દરમિયાન આવેલા કેસનો કુલ આંકડો 133 પર પહોંચ્યો છે. અગાઉ હોમઆઈસોલેટ કરી સારવાર આપવામાં આવી રહી હતી. તે 77 દર્દીઓ સાજા થઈ જતાં તેમને રજા આપવામાં આવી છે. જ્યારે હાલ 56 એક્ટિવકેસ એટલે કે, તમામ દર્દી પોતાના ઘરે સારવાર લઈ રહ્યાનું આરોગ્ય વિભાગે જણાવ્યું છે. તા. 19ના રોજ શહેરમાં પ્રથમ કેસ આવ્યો હતો. ત્યાર બાદ સતત પોઝેટીવ કેસમાં વધારો જોવા મળી રહ્યો છે.
છેલ્લા પાંચ દિવસ દરમિયાન 10-10 કેસ આવ્યા બાદ આજે નવ કેસ આવ્યા છે. આ તમામ દર્દીઓનું મોટાભાગે લોકલ સંક્રમણ જોવા મળ્યું છે. તેમજ ટ્રેવેલ્સ હિસ્ટ્રી બહુ ઓછા દર્દીઓની બહાર આવી છે. આથી આરોગ્ય વિભાગે ફરી વખત શહેરીજનોને કોરોનાની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલણ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.