કોરોના સંક્રમણમાં વધારો એક દિવસમાં નવા પાંચ પોઝિટિવ
જામનગર શહેરમાં કોરોના નું સંક્રમણ દિન પ્રતિદિન ધીમા પગલે આગળ વધી રહ્યું છે. આજે નવા પાંચ પોઝીટીવ કેસ નોંધાયા છે, અને હાલ જામનગર શહેરમાં કુલ 15 એક્ટિવ પોઝિટિવ કેસ છે. જે તમામ હોમ આઇસોલેસનમાં સારવાર હેઠળ છે. ગઈકાલે સાંજે એક કેસ આવ્યો હતો, ત્યાર બાદ આજે નવા ચાર સહિત 24 કલાક દરમિયાન કુલ 5 કેસ નોંધાયા છે. જેમાં કામદાર કોલોની વિસ્તારમાં રહેતા 34 વર્ષના પુરુષ, ગુલાબ નગર - દયાનંદ સોસાયટીમાં રહેતા 37 વર્ષના પુરુષ, લાલપુર બાયપાસ રોડ પર સરદાર ચોકમાં રહેતા 60 વર્ષના પુરુષ દરેડ વિસ્તારમાં રહેતા 31 વર્ષ ના પુરુષ તેમજ નવાનગર-પાણાખાણ વિસ્તારમાં રહેતી 20 વર્ષ ની યુવતી નો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. હાલ 15 એક્ટિવ કેસ છે, અને તમામને હોમ આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે. જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં એક પણ દર્દી સારવાર હેઠળ નથી. અગાઉ સંક્રમિત થયેલા દર્દીનો ફરીથી કોવિડ રિપોર્ટ કરાવવામાં આવ્યો હતો, અને જેનો રિપોર્ટ નેગેટિવ આવતાં તેને કોરોના મુકતા જાહેર કરાયા છે. ગઈકાલ સુધી કુલ 16 એક્ટિવ કેસ હતા, જ્યારે હાલ 15 એક્ટિવ કેસ છે.