ધીમી ગતિએ વધતો કોરોના, 6 વર્ષની બાળકી સહિત 11 નવા કેસ
27 દિવસ બાદ આજે સૌથી વધુ કેસ નોંધાયા, કેસનો આંકડો 144 પર પહોંચ્યો
રાજકોટ શહેરમાં કોરોનાના કેસ ડબલ ડીઝીટમાં આવ્યા બાદ 27 દિવસ બાદ આજે સૌથી વધુ 11 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. જેના લીધે કુલ કેસનો આંકડો 144 ઉપર પહોંચ્યો છે. હોમઆઈસોલેટ દરમિયાન સાજા થયેલા 86 દર્દીઓને રજા આપવામાં આવી છે. જ્યારે 58 દર્દીઓ સારવાર હેઠળ અને એક દર્દી ઓક્સિજન હેઠળ હોસ્પિટલરાઈઝ હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું હતું.
શહેરમાં આજે સૌથી વધુ 11 કોરોનાના કેસ નોંધાયા હતાં. જેમાં વોર્ડ નં. 3 માં કોઠી કમ્પાઉન્ડમાં પુરુષ ઉ.વ. 40 અને સ્ત્રી ઉ.વ. 34 તેમજ 6 વર્ષીય એક બાળકી વોર્ડ નં. 11માં ઓમ રેસિડેન્સી પુરુષ ઉ.વ. 46, વોર્ડ નં. 9 સાધુ વાસવાણી રોડ પુરુષ ઉ.વ. 68, વોર્ડ નં. 10 જલારામ-2 મહિલા ઉ.વ. 36, વોર્ડ નં. 13 ગોપાલનગર પુરુષ ઉ.વ. 39, વોર્ડ નં. 7 જાગનાથ મહિલા ઉ.વ. 22, વોર્ડ નં. 1 મણીનગર મહિલા ઉ.વ. 36, વોર્ડ નં. 12 સાગર બંગલોઝ તરુણ ઉ.વ. 11 અને વોર્ડ નં. 8 માં સતનામ હોસ્પિટલ પાસે મહિલા ઉ.વ. 58 સહિત 11 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. શહેરમાં આજે આવેલા 11 નવા કોરોનાના કેસ પૈકી 8દર્દીઓએ કોરોના વેક્સિનના ડોઝ પુર્ણ કરેલ છે. જ્યારે જલારામ-2 તથા અમૃત પાર્ક અને સાગર બંગલોઝના દર્દીઓએ વેક્સિનેશન લિધેલ નથી. તેમજ વોર્ડ નં. 3 માં અમૃત પાર્કમાં આવેલ બાળકીની ટ્રાવેલ્સ હિસ્ટ્રી સાળંગપુર હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું હતું. સાથો સાથ આજે આવેલા તમામ દર્દીઓની સ્થિતિ સ્ટ્રેબલ છે અને તેઓને હોમઆઈસોલેટ કરી સારવાર આપવામાં આવી રહી છે. તેમ જણાવ્યું હતું.